ગુજરાતના આ જિલ્લામાં ચોમાસા પહેલા ભારે વરસાદનું એલર્ટ!, જાણો ક્યારે થશે ચોમાસાનું આગમન

Alert Weather : હવામાન ખાતાની આગાહી અનુસાર, આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી…

WhatsApp Group Join Now

હાલ રાજ્યમાં કોઈ પણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી છે. આગામી ત્રણ-ચાર દિવસ પછી અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણમાં ચોમાસું મુંબઈથી ગુજરાત આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન ખાતાએ ૩૧ મેના રોજ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, મોરબી, દ્વારકા, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, જિલ્લામાં વિવિધ સ્થળોએ  મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર – Alert Weather

ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર વગેરે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાચો : ચોમાસું ક્યાં પહોંચ્યું? ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ચોમાસુ ક્યારે આવશે? – Alert Weather

હવામાન ખાતાના નિષ્ણાંતો કહે છે કે, આપણે જોઈએ છીએ કે, જે રીતે કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું અને પછી મુંબઈમાં પણ વહેલી શરુઆત થયેલ છે, જે નેઋત્ય ચોમાસું હાલ મુંબઈમાં સ્થિર થયું છે, મુંબઈમાં હજી પાંચ દિવસ ચોમાસું સ્થિર રહેશે, અને અરબી સમુદ્રમાં સ્થિર થયું છે, જયારે બંગાળની ખાડીમાં એક્ટિવ છે. જેના પરિણામે કેરળથી કર્ણાટક સુધીના દરિયાકાંઠા વિસ્તાર બંગાળની ખાડીમાં એક્ટિવ અવસ્થામાં છે.

જૂન મહિનામાં પણ બે રાઉન્ડની અંદર પ્રીચોમાસા પહેલાની પ્રવૃત્તિઓ થશે. જો કે તે સામાન્ય રહેશે, જેમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા જ પડશે. એટલે કે જૂન મહિનામાં પણ સતતને સતત ઉકળાટ, ઊંચુ તાપમાન અને અસહ્ય બફારો યથાવત જોવા મળશે. વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહેલા ખેડૂતમિત્રો માટે થોડા નિરાશાજનક સમાચાર છે.

આ પણ વાચો : ચોમાસા પહેલા વરસાદનો હજી એક રાઉન્ડ!, ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ત્રાટકશે ભારે વરસાદ

ચોમાસું કઈ તારીખ સુધીમાં પહોંચી શકે છે? – Alert Weather

મોટાભાગે ૧૫ જૂનની આસપાસ જ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. જો કે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી ધીમું પડી ગયું છે. મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે ચોમાસાનું આગમન બે-પાંચ દિવસ મોડું પણ થઈ શકે છે. એટલે કે ગુજરાતમાં ચોમાસું ૧૮ થી ૨૨ જૂન સુધીમાં પહોંચી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજી પણ થોડી રાહ જોવી પડશે. આવતા અઠવાડીયે સિમિત ભાગોમાં થંડરસ્ટ્રોમ એકટીવીટી જોવા મળશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, વરસાદ લાવતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તો ખૂબ જ ઝડપથી પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તે ધીમી પડી ગઈ અને ગુજરાતમાં આગળ વધી શકી નથી.

આ સ્થિતિમાં, ગુજરાતે સારા વરસાદ માટે હજી પણ થોડી રાહ જોવી પડશે. કેટલાક હવામાન નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, નૈઋત્યના ચોમાસાનું સંપૂર્ણ આગમન ગુજરાત રાજ્યમાં જૂન માસના અંત સુધીમાં જ શક્ય બનશે. ત્યાં સુધી રાજ્યભરમાં ગરમી, ઉકળાટ અને બફારો યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 

આ પણ વાચો : ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

આ સાથે IMDએ શું કહ્યું?

આ સાથે IMDએ કહ્યું છે કે, ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને મહિસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Alert Weather

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
IMDએ શું કહ્યું?

આ સાથે IMDએ કહ્યું છે કે, ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને મહિસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Leave a Comment