આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ -Ambalal forecast for today
Ambalal forecast for today : જ્યારે કચ્છ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પાટણ, મહેસાણા, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને આણંદ વરસાદનું યલો રેલર્ટ અપાયું છે.
મુશળધાર વરસાદ માટે ગુજરાત તૈયાર રહે! – Ambalal forecast for today
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર એક કે બે નહિ, પણ ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ તાંડવ કરશે. ગાંધીનગર અને અમદાવાદમાં આજે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલની સ્થિતિને જોતા આગામી ૪૮ કલાક દરિયો ન ખેડવા માટે માછીમારોને અપીલ કરવામાં આવી છે. કારણ કે દરિયો પણ તોફાની બને તેવી સંભાવના છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની ડરામણી આગાહી, પડશે ત્યાં બારે મેઘ ખાંગા થશે!
ગુજરાતમાં જળબંબાકાર – Ambalal forecast for today
તેમણે કહ્યું કે, ૨૪ જુલાઈ થી ૩૦ જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ આવશે. ૨ થી ૮ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. તાપી નદી અને નર્મદા બે કાંઠે થવાની સંભાવના છે. જેથી દક્ષિણ ગુજરાત અને સુરતના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનને ધ્યાન રાખવું પડશે. ઘરની અંદર પાણી ઘૂસે તેવી સ્થિતિ પરિણમશે. ગુજરાતની નદીઓમાં પૂરની સંભાવના રહી શકે છે. તેથી નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોએ ધ્યાન રાખવા અપીલ છે.
આ પણ વાચો : ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય!, ૨૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!
આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી! – Ambalal forecast for today
આગામી સાત દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું છે કે, હાલમાં વાતાવરણમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ૪૮ કલાક અત્યંત ભારે વરસાદની શક્યતા છે. તેથી આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે માછીમારોને ચેતવણી આપી છે. દરિયાકાંઠે ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
આ પણ વાચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગામી સાત દિવસ ભારે વરસાદ? જાણો લેટેસ્ટ આગાહી
હવે ઉત્તર ગુજરાતનો વારો
ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન ખાતા દ્વારા અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.
આ પણ વાચો : ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી

અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
કચ્છ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.