હવામાન વિભાગની આગાહી – Ambalal gujarat monsoon forecast
Ambalal gujarat monsoon forecast : હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી કહે છે કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આજે ક્યાં ક્યાં આગાહી – Ambalal gujarat monsoon forecast
આજે હવામાન ખાતા દ્વારા રાજ્યમાં વરસાદને લઇ યલો એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને આજથી ૧ જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. હવામાન ખાતાના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે, હાલ અપર એર સર્ક્યુલેશન એક્ટિવ થતા વરસાદ પડશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળવાયુ રહી શકે છે. તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આ પણ વાચો : ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આજે કયા કયા જિલ્લામાં યલો અલર્ટ – Ambalal gujarat monsoon forecast
વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ , છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, બોટાદ, અમરેલી,, દીવમાં ગાજગીજ સાથે હળવા વરસાદની આગાહી.
આ પણ વાચો : વાવાઝોડું બની રહ્યું છે? ગુજરાતના આ ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના, જાણો શું છે આગાહી
મે મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો! – Ambalal gujarat monsoon forecast
ગુજરાતમાં મે મહિનાના વરસાદે ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો. ૧૨૫ વર્ષમાં પહેલીવાર મે મહિનામાં સરેરાશ ૨ ઈંચ વરસાદ નોંધાયો. રાજ્યના પાંચ જિલ્લામાં વરસ્યો ૪ ઈંચથી વધારે વરસાદ. આ ઉપરાંત ભરૂચ, ડાંગ અને વલસાડમાં ૪ ઈંચથી પણ વધારે વરસાદ રહ્યો. અમરેલી અને આણંદમાં પણ ૪ ઈંચથી વધારે વરસાદ રહ્યો. મે મહિનામાં અંદાજ કરતા ૧૯ ગણો વધારે વરસાદ પડ્યો. છેલ્લા ૧૨૫ વર્ષમાં મે મહિનામાં ૯૭ વાર વરસાદ થયો.
આ પણ વાચો : ૨૪ કલાકમાં રાજ્યમાં ૮૯ તાલુકામાં વરસાદ, આજે અહીં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા!
અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે. ૫ થી ૯ જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. ૧૦ જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આવશે. તો ૧૨ જૂન પછી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સર્જાતાં ગુજરાત રાજ્યમાં સારો વરસાદ આવી શકે છે. ૧૮ થી ૩ જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી કહે છે કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.