ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Ambalal gujarat monsoon prediction : હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી ૩૧ મે સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવનની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત, આહવા, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ૫૦ થી ૭૦ કિલોમિટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

WhatsApp Group Join Now

ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? – Ambalal gujarat monsoon prediction

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર ૮ થી ૧૦ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જવાની સંભાવના છે. જો કે ચોમાસુ બેસ્યા પછી વરસાદ ખેંચાવાની સંભાવના છે. રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થતા વરસાદ ખેંચાઈ શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તો બે વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના દિવસે પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે. તેમના જણાવ્યા અનુસાર મહેસાણા અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે ૩ જુને અમદાવાદમાં રમાનાર IPLની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. ૩ જુને અમદાવાદમાં ૫૦ થી ૬૦ કિલોમિટરની ઝડપે પવન ફુંકાવવાની આગાહીકાર અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાચો : વાવાઝોડું બની રહ્યું છે? ગુજરાતના આ ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના, જાણો શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી – Ambalal gujarat monsoon prediction

હવામાન ખાતા મુજબ આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. સાથે જ સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલી પણ પાણી-પાણી થશે. હવામાન ખાતાના મતે, ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. ૧૧૪ % વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જ ૧૧૯ % વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Ambalal gujarat monsoon prediction

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર ૮ થી ૧૦ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જવાની સંભાવના છે.

Leave a Comment