Ambalal heavy rain prediction : આગામી દિવસોમાં દેશના કેટલાક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. તોફાની પવન અને ભારે વરસાદને લઈ હવામાન ખાતાએ આગાહી કરી છે.
અગામી દિવસોમાં દેશમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ ૩ અને ૪ જૂનના રોજ દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારોમાં વરસાદ ધામાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, થોડા સયમ પછી વરસાદની તીવ્રતા થોડી ઘટી શકે છે, પરંતુ આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનું પ્રમાણ ચાલુ રહી શકે છે.
ઉત્તર-પશ્ચિમમાં હવામાનની આગાહી – Ambalal heavy rain prediction
ઉત્તર-પશ્ચિમ ભારત માટે પણ હવામાન ખાતાએ ચેતવણી આપી છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે. આ પવનની ઝડપ ૪૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઇ શકે છે. કેટલીક જગ્યાએતો આ પવન વધુ તીવ્ર પણ થઈ શકે છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાચો : ગુજરાતના આ જિલ્લામાં ચોમાસા પહેલા ભારે વરસાદનું એલર્ટ!, જાણો ક્યારે થશે ચોમાસાનું આગમન
૨૪ કલાકના આંકડા – Ambalal heavy rain prediction
છેલ્લા ૨૪ કલાકમાં પણ દેશના ઘણા ભાગોમાં ભારે હવામાન જોવા મળ્યું છે. મિઝોરમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. આસામ, મેઘાલય, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં તોફાન અને ૭૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. આ સાથે બિહાર, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ અને જોરદાર પવનના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાચો : ચોમાસા પહેલા વરસાદનો હજી એક રાઉન્ડ!, ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ત્રાટકશે ભારે વરસાદ
મધ્ય ભારતમાં હવામાનની આગાહી – Ambalal heavy rain prediction
પૂર્વ અને મધ્ય ભારતના હવામાનની વાત કરીએ તો, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં સતત હળવો થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ, વિદર્ભ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ ૩ થી ૬ જૂન દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં ખાસ કરીને ૩ અને ૪ જૂને ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
દક્ષિણ ભારતમાં હવામાનની આગાહી – Ambalal heavy rain prediction
દક્ષિણ ભારતમાં, ૪ જૂન સુધી કેરળ અને માહે, તેમજ દરિયાકાંઠાના કર્ણાટકમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાએતો મધ્યમથી ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં પણ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?
સામાન્ય જનતાને ખાસ અપિલ
હવામાન ખાતાની આ આગાહી મુજબ, સામાન્ય જનતાએ ખાસ કરીને તોફાની પવન અને ભારે વરસાદના કારણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પ્રવાસીઓ, ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારના રહેવાસીઓએ હવામાનની નવીનતમ માહિતી પ્રાપ્ત કરી, અનુકૂળ પગલાં ભરવા જોઈએ.

અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
હવામાન ખાતાની આ આગાહી મુજબ, સામાન્ય જનતાએ ખાસ કરીને તોફાની પવન અને ભારે વરસાદના કારણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પ્રવાસીઓ, ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારના રહેવાસીઓએ હવામાનની નવીનતમ માહિતી પ્રાપ્ત કરી, અનુકૂળ પગલાં ભરવા જોઈએ.