હવે પાછું ચોમાસું ક્યારે સક્રિય થશે? વાવણી ક્યારે થશે? જાણો અંબાલાલની તારીખ સાથે આગાહી

Ambalal monsoon prediction 2025 : ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા પછી ઝડપથી આગળ વધ્યું હતું અને મુંબઈ સુધી ચોમાસુ આવીને અટકી ગયું છે. ચોમાસુ આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ જણાતા નથી. જોકે હવે ધીરે-ધીરે ચોમાસુ આગળ વધવાનું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ તે પહેલાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદ પડી રહ્યો છે.

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની નવી આગાહી – Ambalal monsoon prediction 2025

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવે ચોમાસુ ધીમે-ધીમે આગળ વધશે. પૂર્વે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થશે. ૬ તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી વધશે અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના રહેશે. ભેજ અને ઉકળાટના કારણે ગરમી લાગશે. સવારમાં કેટલાક ભાગોમાં ગરમી અનુભવાશે નહીં. ૭ થી ૯ જૂનના અણધાર્યો વરસાદ ગુજરાતમાં થઈ શકે છે. ૧૩ અને ૧૪ જૂનના બંગાળના ઉપસાગરની સિસ્ટમ એક્ટિવ થતાં તેનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત સુધી પહોંચતા અને અરબ સાગર પણ સક્રિય થતાં ચોમાસુ એક્ટિવ થઈ શકે છે.

આ પણ વાચો : ૬, ૭ અને ૮ તારીખમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

કઈ-કઈ તારીખમાં વરસાદની આગાહી? – Ambalal monsoon prediction 2025

૧૨ અને ૧૩ જૂનના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ૧૩ જૂન પછી પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ૧૭ જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ પણ બની શકે છે. ૧૭ થી ૨૦ તારીખમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશર બનશે અને આ સિસ્ટમ દરિયાના ભાગોમાં અને જમીનના ભાગમાં આવનજાવન કરશે જેના કારણે દેશના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૭ થી ૨૦ તારીખમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રમાં કરંટ પણ જોવા મળી શકે છે. ૧૮ થી ૨૫ જૂનના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં દેશના ભાગોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : ૫ થી ૯ જૂન માટે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી અનરાધાર વરસાદની આગાહી?

ભીમ અગિયારસના દિવસે વાવણી!

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ભીમ અગિયારસે રાજ્યના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ૯ જૂન સુધીમાં અણધાર્યો વરસાદ થઈ શકે. આ વરસાદ ચોમાસાનો કહી શકાય નહીં કારણ કે દક્ષિણ પશ્ચિમ પવનના કારણે વરસાદ પડશે. જ્યાં સુધી પૂર્વ પવનો ફૂંકાય નહીં ત્યાં સુધી સારો વરસાદ આવે નહીં. ભીમ અગિયારસના દિવસે વાવણી કરવામાં આવે અને તે બાદ ચોમાસુ વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે અલગ- અલગ વિસ્તારોમાં પાકના ઉગાવા પર વરસાદી પાણીનો ભરાવો ન થાય તે જોવાઈ રહ્યું અને શરૂઆતના વાવેતર ઉપર રોગ જીવાત પડવાની સંભાવના રહેતી હોય છે. આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવાથી ઉગાવો શરૂ થાય. આદ્રા નક્ષત્ર ૨૨ જૂનના રોજ સવારે બેસે છે. નક્ષત્ર રાત્રીના સમય દરમિયાન બેસતાં હોય તો સારું ગણાય.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Ambalal monsoon prediction 2025

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
અંબાલાલ પટેલની નવી આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવે ચોમાસુ ધીમે-ધીમે આગળ વધશે. પૂર્વે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થશે.

Leave a Comment