૫ થી ૯ જૂન માટે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી અનરાધાર વરસાદની આગાહી?

Ambalal Patel rain forecast : ગુજરાતભરમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ૪ જૂનથી ઑગસ્ટ મહિના સુધી ભારત અને તેના પડોશી દેશોના હવામાન અંગે વિશિષ્ટ આગાહી વ્યકત કરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી છે કે દક્ષિણ ચીન તરફ સર્જાતી લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં બદલાઈ શકે તેવી સંભાવના છે. આ કારણે અરબી સમુદ્રમાંથી આવતા પવનો દક્ષિણ ચીન તરફ ફેરવાઈ રહ્યા છે, જે ચોમાસાની શરૂઆતમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે.

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની વિશિષ્ટ આગાહી – Ambalal Patel rain forecast

ઉત્તર પશ્ચિમ ભારત તરફથી ફૂંકાતા ગરમ પવનના કારણે પણ ચોમાસાનું આગમન પહેલાંના કરતાં મોડું થઈ શકે છે. તેઓ કહે છે કે આ સ્થિતિને કારણે ૪ જૂનથી ઑગસ્ટ સુધીના સમયમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં હવામાનમાં ઘણા પલટાઓ જોવા મળશે. ખાસ કરીને બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા પડોશી દેશો તરફથી આવી રહેલા હવામાન પરિવર્તનો ભારતના હવામાનને પણ અસર પહોંચાડી શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

૮ થી ૧૨ જૂનમાં વરસાદની શક્યતા! – Ambalal Patel rain forecast

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૮ થી ૧૨ જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઘાટમાં ૨૦૦ mm જેટલો વરસાદ પડવાની શક્યતા છે, જેને કારણે ઘાટવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.

૫ થી ૯ જૂનમાં વરસાદની શક્યતા!

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના મતે ૫ થી ૯ જૂન દરમિયાન રાજ્યના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગોમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે, જેને કારણે ખેતી અને જનજીવન પર મોટી અસર પડી શકે છે.

આ પણ વાચો : કયું નક્ષત્ર કયારે બેસે? કયું વાહન? કેટલા વરસાદની સંભાવના?

૧૮ થી ૨૫ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ૨૧ થી ૨૩ જૂન દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ૨૪ થી ૩૦ જૂન દરમિયાન સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.

૧૨ થી ૧૮ જૂનમાં ગુજરાતમાં વરસાદની શક્યતા! – Ambalal Patel rain forecast

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ ૧૨ થી ૧૮ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ૧૩ થી ૧૮ જૂન વચ્ચે પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જે પાણી ભરાવો અને નદી-નાળાઓમાં વધારાનું પાણી લાવી શકે છે.

આ પણ વાચો : ૭૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન!, IMDની અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વરસાદ પડવાથી પાકમાં જીવાત અને ફૂગ ઈંડા મૂકવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, જેને કારણે પાકને ભારે નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ખપેલી પાકને આ સમયે વધારે જોખમ જોવા મળી શકે છે. ૨૧ જૂન પછી આદ્રા નક્ષત્રમાં વરસાદ પડવાથી ખેતી માટે સારી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. આ સમયે વાવણી કરવાથી પાકનો ઉગાવો ખૂબ સારો થશે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Ambalal Patel rain forecast

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
૮ થી ૧૨ જૂનમાં વરસાદની શક્યતા!

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૮ થી ૧૨ જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઘાટમાં ૨૦૦ mm જેટલો વરસાદ પડવાની શક્યતા છે, જેને કારણે ઘાટવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.

Leave a Comment