ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી: આગામી દિવસોમાં રાજ્યના વાતવરણમાં આવશે પલટો!, આજે ૧૫ શહેરોના તાપમાનમાં સામાન્ય કરતા ૧ થી ૩ ડિગ્રીનો ઘટાડો

Ambalal rain forecast : ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ઠંડા પવનનો ગુજરાત તરફ આવતાં બફારામાં (ગરમીમાં) થોડી રાહત મળી અને ઠંડકનો અહેસાસ થયો છે. આગામી ૨૪ કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ૨ થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બીજી બાજુ ધોમધખતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ૧૦ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં આજથી હવામાન ખાતાએ મહત્તમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરી હતી. જે મુજબ આજે સવારથી રાજ્યમાં જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ૧૫ સેન્ટરો પર સામાન્ય કરાત ૧ થી ૩.૩ ડિગ્રી  સેલ્સિયસ ઓછું તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં સૌથી વધુ ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

દરિયાકાંઠે ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! – Ambalal rain forecast

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે પવનોના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો સાથે-સાથે વરસાદ પડી શકે છે. ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્રકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એમાં લગભગ ૨૮, ૨૦ અને ૩૦ માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. સામાન્ય પવન ૧૦ થી ૧૫ કિ.મીની ઝડપે, વિન્ડ ગસ્ટ ૩૫ કિ.મીની ઝડપે અને દરિયાકાંઠા વિસ્તારોમાં ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેશે.

આ પણ વાચો : ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો! વરસાદની શક્યતા છે? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

દેશના ઘણા ભાગોમાં આંધી-વંટોળની શક્યતા – Ambalal rain forecast

આ ઉપરાંત બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની સંભાવના છે, જે વિશાખાપટનમ આસપાસ આ સાઇક્લોન સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થશે, જેના ભેજ અને અરબસાગરના ભેજને કારણે ૧૦મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો આવશે, એમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો નવસારી, સુરત બાજુના વિસ્તારો, દક્ષિણ-સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થશે. આ ઉપરાંત મધ્ય-ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટાની સાથે આંધી-વંટોળ અને પર્વતીય પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

૧૦ એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે – Ambalal rain forecast

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની સંભાવના રહેશે, કારણ કે આ વખતે જેટધારા દક્ષિણવર્તીય રહી છે, જેની અસર અરબસાગરમાં થશે અને એના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી ૧૦ એપ્રિલ સુધીમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની સંભાવના રહેશે, તો ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના રહેશે.

રાજ્યમાં આજથી હવામાન ખાતાએ મહત્તમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરી હતી. જે મુજબ આજે સવારથી રાજ્યમાં જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ૧૫ સેન્ટરો પર સામાન્ય કરતા ૧ થી ૩.૩ ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં સૌથી વધુ ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાચો : ઠંડી ગઈ? ગુજરાતમાં બળબળતો ઉનાળો ક્યારથી શરૂ થશે? નવી આગાહી જાણો

રાજ્યમાં ૨૬ અને ૨૭ માર્ચે નોંધાયેલું મહત્તમ તાપમાન – Ambalal rain forecast

શહેર  ૨૬ માર્ચ૨૭ માર્ચ
અમદાવાદ૩૮.૨ડિગ્રી૩૬.૬ડિગ્રી
અમરેલિ૩૮.૦ડિગ્રી૩૬.૦ડિગ્રી
વડોદરા૩૭.૨ડિગ્રી૩૫.૪ડિગ્રી
ભાવનગર૩૪.૯ડિગ્રી૩૬.૪ડિગ્રી
ભુજ૩૭.૨ડિગ્રી૩૬.૩ડિગ્રી
ડીસા૩૭.૬ડિગ્રી૩૬.૩ડિગ્રી
દ્વારકા૩૦.૧ડિગ્રી૨૮.૬ડિગ્રી
ગાંધીનગર૩૭.૪ડિગ્રી૩૫.૬ડિગ્રી
કંડલા૩૫.૮ડિગ્રી૩૪.૦ડિગ્રી
નલિયા૩૨.૫ડિગ્રી૩૨.૪ડિગ્રી
ઓખા૩૧.૪ડિગ્રી૩૧.૦ડિગ્રી
પોરબંદર૩૧.૪ડિગ્રી૩૨.૬ડિગ્રી
રાજકોટ૩૮.૧ડિગ્રી૩૬.૩ડિગ્રી
સુરત૩૫.૨ડિગ્રી૩૪.૧ડિગ્રી
વેરાવળ૩૦.૪ડિગ્રી૨૯.૮ડિગ્રી

૨૯ માર્ચ બાદ ફરી તાપમાન વધશે – Ambalal rain forecast

હવામાન ખાતાના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડા પ્રદેશમાંથી ઠંડા પવનો ગુજરાત તરફ લાવી રહ્યા છે, આથી ગુજરાતના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ૨૯ માર્ચ પછી ફરી એક વખત તાપમાનમાં ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

૨૯ માર્ચ બાદ ગરમ ભેજયુક્ત પવનથી બફારાનો અહેસાસ થશે

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. હજી પણ આગામી ૪૮ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, એટલે કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે, જોકે ૨૯ માર્ચ, ૨૦૨૫ પછી ફરી એક વખત તાપમાનમાં ૩ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતાં ગરમી અનુભવવી પડશે. આ ઉપરાંત દરિયાકાંઠાના ભાગોમાં પણ ૨૯ માર્ચ પછી ગરમ ભેજયુક્ત પવનને કારણે બફારાનો અહેસાસ થશે.

Ambalal rain forecast

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
દરિયાકાંઠે ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે!

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે પવનોના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો સાથે-સાથે વરસાદ પડી શકે છે.

Leave a Comment