વાવાઝોડું બની રહ્યું છે? ગુજરાતના આ ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના, જાણો શું છે આગાહી

arat Rain Prediction : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા હવામાન ખાતાએ આગાહી કરી હતી. ગુજરાત સહિત ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને સંભાવનાઓ દર્શાવી છે. જાણો ગુજરાતમાં કેવો રહેશે માહોલ…

WhatsApp Group Join Now

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન ખાતાએ ૩૦ મે થી ૩ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના પશ્ચિમી, દક્ષિણ અને પૂર્વ-ઉત્તર ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી – arat Rain Prediction

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ૩૦ મે થી ૩ જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : ૨૪ કલાકમાં રાજ્યમાં ૮૯ તાલુકામાં વરસાદ, આજે અહીં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – arat Rain Prediction

આગાહીના જુદાં-જુદાં કારણોમાં અરબી સમુદ્રમાં બની રહેલું લો-પ્રેશર એરિયા અને ચક્રવાતી પ્રવૃત્તિનો મહત્ત્વનો ફાળો છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને આંધી-વંટોળની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ૩૦ અને ૩૧ મે દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જે ચોમાસા પહેલાંની પ્રી-મોન્સૂન ગતિવિધિનો એક ભાગ છે. આ ઉપરાંત, મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની સંભાવના પણ વરસાદની તીવ્રતા વધારી શકે છે.

એક બાજુ, વરસાદ ગરમીથી રાહત આપશે અને પાકને ફાયદો થશે, પરંતુ અચાનક ભારેથી અતિભારે વરસાદથી પાકને ભારે નુકસાનની ભીતિ પણ છે. હવામાન ખાતા દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ઝડપ ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન ૩-૫ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે, જે ગરમીથી રાહત આપશે. તો બધા નાગરિકોને ઓરેન્જ અને યલો એલર્ટને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવા માટે જણાવાયું છે

આ પણ વાચો : ચોમાસુ આગળ વધી રહ્યું છે!, આજે પણ ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૭૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન

ખેડૂતો અને પશુપાલકોને ખાસ અપીલ – arat Rain Prediction

આજે ૩૦ જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતમાં ૮૦ થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ પણ શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા પછી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેથી ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું, સાથે જ પશુપાલકોએ પણ પોતાના પશુઓનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું. ભારે પવનની ગતિના કારણે પશુધનને હાની થવાની સંભાવના ઘણી વખત વધી જતી હોય છે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી ચૂક્યું છે. તારીખ ૧૦મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી કરી શકે છે. જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું આવશે. જોકે, તે પહેલા તો દરિયો ગાંડો થઈ શકે છે. આજે ૩૦ જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

arat Rain Prediction

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ૩૦ મે થી ૩ જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

Leave a Comment