Chance of rain : ગુજરાતમાં હવામાન વિભાગે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ ઘટાડાની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની ભારે આગાહી – Chance of rain
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યા બાદ હવામાન ખાતાએ રાહત મળે તેવી આગાહી કરી છે. હવામાન ખાતાએ આજથી (૨૭, માર્ચ ૨૦૨૫) તાપમાનનો પારો ૨ થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની આગાહી કરી છે. તે મુજબ, આજે સવારે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી સમયમાં ગુજરાતના હવામાનનો કેવો મિજાજ રહેશે તે જોઈએ. થોડા-થોડા દિવસે બદલાતા હવામાનને કારણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીની અસર રોગાચાળા પર દેખાઈ રહી છે. જેમાં ઝાડા-ઉલટીના સૌથી વધારે કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૩,૦૩૭ ઓપીડી નોંધાઈ છે જેમાં ૧૧૮૮ દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે. જેમાં ડેન્ગ્યુના ૨ પોઝિટિવ દર્દીઓને દાખલ કરાયા છે. તો બીજી તરફ ગરમીના લીધે ઝાડા ઉલટીના ૪૦ દર્દીઓ નોંધાયા છે.
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, બુધવારે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. ત્યાં ૩૮.૩ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ, અમરેલી, રાજકોટમાં પણ ૩૮ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર, વડોદરા, ભુજમાં ૩૭ ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે પોરબંદર, રાજકોટ, દીવમાં ૨૦ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાચો : ગુજરાતમાં કમોસમી વરસાદના કમઠાણ! અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી!, જાણો શું કહે છે આગાહી?
તાપમાનમાં વધારો થશે કે ઘટાડો? – Chance of rain
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ભેજવાળા પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૨ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે, બે દિવસ ફરીથી તાપમાન ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન સુકુ રહેશે. એટલે કે વરસાદની કોઈ સંભાવના નથી.
આ પણ વાચો : ઠંડી ગઈ? ગુજરાતમાં બળબળતો ઉનાળો ક્યારથી શરૂ થશે? નવી આગાહી જાણો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – Chance of rain
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી કે, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં મોટો ફેરફાર આવશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની સંભાવના રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે. માર્ચના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો ભારે પવન ફૂંકાઇ શકે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની સંભાવના રહેશે.

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
ગુજરાતમાં આગામી ૨ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે, બે દિવસ ફરીથી તાપમાન ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.