સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગામી સાત દિવસ ભારે વરસાદ? જાણો લેટેસ્ટ આગાહી

gujarat heavy rain alert : રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર હજુ વધશે કે પછી ઘટશે તે અંગેની હવામાન ખાતાની આગાહી જોઈએ.

WhatsApp Group Join Now

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદે મોટા ભાગના જિલ્લાઓને કવર કરી લીધા છે. ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. કેટલીક જગ્યાએ તો ભારે વરસાદ નોંધાયો છે. એકબાજુ વરસાદ શરૂ છે તો સામે ફરી પણ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે સોમવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન ખાતાએ સાત દિવસ વરસાદની આગાહી કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં અપરએર સર્ક્યુલેશનના કારણે વરસાદ થશે. જેમાં ૨ થી ૩ જુલાઈના રોજ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૮૯ તાલુકાઓમાં વરસાદ – gujarat heavy rain alert

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, કડીમાં ૩.૩ ઈંચ, વિરમગામમાં ૩.૩૧ ઈંચ, ખેરગામમાં ૨.૪૪ ઈંચ, કલોલમાં ૨.૦૫ ઈંચ, દેત્રોજમાં ૧.૮૫ ઈંચ, વાંસદામાં ૧.૮૧ ઈંચ, સાવલીમાં ૧.૮૧ ઈંચ, દેદિયાપાડામાં ૧.૬૯ ઈંચ, વઘઇમાં ૧.૫૪ ઈંચ, સાગબારામાં ૧.૪૬ ઈંચ, વ્યારામાં ૧.૩૮ ઈંચ, પેટલાદમાં ૧.૩૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાચો : ગુજરાતમાં ૨૭ જૂન સુધી ભારે વરસાદની આગાહી

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાઈ – gujarat heavy rain alert

સરદાર સરોવર ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૧૯ મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં ૨૭૨૩ મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો નોંધાયો છે. ઉપરવાસમાંથી ૨૦,૮૭૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી – gujarat heavy rain alert

શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ૨૯ તારીખે એટલેકે રવિવારના રોજ સવારથી સાંજ સુધી તમામ વિસ્તારોમાં ઝરમર-ઝરમર અને હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું હતું. હવામાન ખાતાએ આપેલી આગાહી અનુસાર, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર હજુ વધશે કે પછી ઘટશે તે અંગેની હવામાન ખાતાની આગાહી જોઈએ.

આ પણ વાચો : હવામાન વિભાગે આગામી ૨૮ જૂન સુધી રાજ્યભરમાં મુશળધાર વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આપેલા મેપ મુજબ, આજે ૩૦મી જૂનના રોજ કોઈપણ જગ્યાએ અતિભારે કે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના નથી. સોમવારે ૧૩ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર, આજે ૩૦મી તારીખે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર; આ નદીઓમાં તો પૂર આવ્યું! આજે ૮ જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ!

આ જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી! – gujarat heavy rain alert

રાજકોટ, વડોદરા, તાપી, નવસારી, દ્વારકા, નર્મદ, ડાંગ, પોરંબદર, ભાવનગર, મોરબી, પાટણ, પંચમહાલ, જામનગર અને ગીર સોમનાથમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા ૧૫ દિવસથી એટલે કે ૧૬મી જૂનથી રાજ્યમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેની સાથે-સાથે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ૧૬૦ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

એક જુલાઈની આગાહી – gujarat heavy rain alert

જુલાઈ મહિનાની ૧ તારીખે વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો : આજે રાત્રે ૨૪ જિલ્લા સાવધાન!, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

બે જુલાઈની આગાહી

બે જુલાઈની આગાહીમાં વલસાડ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ તથા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

ત્રણ જુલાઈની આગાહી

ત્રણ જુલાઈના રોજ નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ચાર જુલાઈની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર ૪ જુલાઇથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઇ છે, ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.

સોરાષ્ટ્ર અને કચ્છમાં ૪ જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે, આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે. અમરેલી, ગીર, સોમનાથ ભાવનગરમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં હજી એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હજી એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેથી ૨ અને ૩ જુલાઈએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, વડોદરા, દીવ, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરત, ભરૂચ, નર્મદા, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

પાંચ જુલાઈની આગાહી

પાંચ જુલાઈના રોજ કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાતમાં અપાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે રવિવારે મહેસાણાના કડીમાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં છેલ્લા કેટલાક વર્ષો કરતાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે ત્યારે હજી વધુ વરસાદની આગાહી વચ્ચે રવિવારે બપોરે કડી શહેરમાં બે કલાકમાં ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વિવિધ માર્ગો પરના અન્ડરપાસ તેમજ નીચાણવાળા ભાગોમાં રસ્તા તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં. બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી ૨.૫ ઈંચ વરસાદ પછી ૨ થી ૪ વાગ્યા દરમિયાન વધુ ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ

અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડશે. ૧ અને ૨ જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૩ જુલાઈના રોજ ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે.  ૪ જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

મધ્ય પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતુ

ગુજરાતમાં પણ વરસાદ અંગેની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતુ તે સિસ્ટમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી પસાર થઈને ઘણી આગળ નીકળી ગઈ છે. તેના મોટાભાગના બાહ્ય વાદળ છે જે અરબ સાગરમાં છે અને તેનો મધ્ય ભાગ પાકિસ્તાન તરફ છે. વધુમાં તો એ જણાવ્યુ છે કે, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમાં કચ્છમાં, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યા હતા તેની તીવ્રતામાં પણ ઘટાડો થશે.

gujarat heavy rain alert

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૮૯ તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, કડીમાં ૩.૩ ઈંચ, વિરમગામમાં ૩.૩૧ ઈંચ, ખેરગામમાં ૨.૪૪ ઈંચ, કલોલમાં ૨.૦૫ ઈંચ, દેત્રોજમાં ૧.૮૫ ઈંચ, વાંસદામાં ૧.૮૧ ઈંચ, સાવલીમાં ૧.૮૧ ઈંચ, દેદિયાપાડામાં ૧.૬૯ ઈંચ, વઘઇમાં ૧.૫૪ ઈંચ, સાગબારામાં ૧.૪૬ ઈંચ, વ્યારામાં ૧.૩૮ ઈંચ, પેટલાદમાં ૧.૩૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Comment