૮૦ થી ૯૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, આ તારીખોમાં થશે અંધારીયો વરસાદ, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

ગુજરાતનું હવામાન – Gujarat Monsoon

Gujarat Monsoon : ગુજરાતના હવામાનમાં ફેરફાર આવતો જણાઈ રહ્યો છે. ૨૪મી મેએ ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી, જે બાદ હાલ ચોમાસું મુંબઈ પહોંચ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આગામી દિવસોની અંદર ચોમાસાનું આગમન થઈ જશે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના હવામાનમાં ફેરફારો સ્પષ્ટ જણાઈ રહ્યા છે. હવામાન ખાતાએ પણ ગુજરાતના વાતાવરણમાં ફેરફારની આગાહી કરીને જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી દિવસોમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પણ ભારે વરસાદ નોંધાશે.

WhatsApp Group Join Now

આ પણ વાચો : રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની જોરદાર આગાહી

રાજ્યમાં તોફાની વરસાદની અંબાલાલ પટેલની આગાહી – Gujarat Monsoon

ત્યારે હવે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની સંભાવના રહેશે. સાથે જ રાજ્યમાં અંધારિયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ, રાજ્યમાં ૭ થી ૯ તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે ૧૦ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલા પ્રવેશ કરશે.

આ પણ વાચો : આ રાજ્યોમાં વરસાદનું ભયાનક એલર્ટ!, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!, જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

૮૦ થી ૯૦ કિ.મીની ઝડપે પવન – Gujarat Monsoon

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ, ૩૦ અને ૩૧ તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં ૮૦ થી ૯૦ કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. પવન ૫૦-૬૯ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા તેમજ કચ્છ સહિતના ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે ઉભા પાકોને ભારે નુકસાન થઈ શકે છે. પશુપાલકોએ પોતાના પશુઓનું ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન રાખવું.

આ પણ વાચો : ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે!, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે મેઘો ત્રાટકશે!

મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી

મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૨૮ થી ૩૦ જૂન સુધી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથીભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આ દરમિયાન દરિયો ભારે તોફાની બનશે. સાથે જ ખંભાત, પેટલાદ, વડોદરા, ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Gujarat Monsoon

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
રાજ્યમાં તોફાની વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

Leave a Comment