Gujarat Monsoon : હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું. ૪૦-૫૦ કિલોમિટરની ઝડપે પવનની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
હવામાન વિભાગની જોરદાર આગાહી – Gujarat Monsoon
રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન ખાતાએ આગામી દિવસોમાં પણ રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતભરમાં ૪૦-૫૦ કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતુ, જ્યારે આજે મહારાષ્ટ્ર પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં ૧૫ દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે. ૩ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની શક્યતા છે. ચોમાસું ગુજરાતથી આશરે ૪૨૫ કિલોમિટર દૂર છે.
સોમવારે એટલે કે, આજે સપ્તાહની શરૂઆતમાં ૨૬મી તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નવસારી, વલસાડ, તાપી, નર્મદા, સુરત, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
૨૭મી તારીખ અને મંગળવારના રોજ પંચમહાલ તથા સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાહોદ, નર્મદા, ભરૂચ, છોટા-ઉદેપુર જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં જ વાવાઝોડું સર્જાશે!, તે ગુજરાતને અસર કરશે?
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી – Gujarat Monsoon
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસું પહોંચે તેના ૧૫ દિવસ પછી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ઘણી વખત તેના ૨-૫ દિવસ વહેલું અથવા મોડી શરૂઆત થતી હોય છે. હવે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાત રાજ્યમાં પણ વહેલું પહોંચે. જો ચોમાસાને સાનુકૂળ હવામાન મળે તો તે વહેલું ચાલે, પણ ભૂતકાળમાં કેટલાક એવા રેકોર્ડ છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી ગોવા, કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે, ત્યાં યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે. આવું અનેક વખત બન્યું છે. ગુજરાત રાજ્ય પરથી વાવાઝોડાનું સંકટ ભલે ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો હજી પણ યથાવત છે.
આ પણ વાચો : ગુજરાતમાં હજી ૪૮ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, જાણો આજે ક્યાં-ક્યાં જિલ્લાઓનો છે વારો?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – Gujarat Monsoon
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ૨૮ થી ૩૧ મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી થશે. ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં ભારે નુકસાન થવાની પણ શક્યતા છે.
આ પણ વાચો : શિયાળાની સિઝનની બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થશે!, કરા સાથે વરસાદ ખાબકશે?, અંબાલાલ પટેલની ડરામણી આગાહી

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું. ૪૦-૫૦ કિલોમિટરની ઝડપે પવનની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.