રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની જોરદાર આગાહી

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું? – Gujarat Rain forecast

Gujarat Rain forecast : ગુજરાતમાં હજી સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી, તેથી હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટી અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટીના ભાગ રૂપે વરસી રહ્યો છે. હવામાન ખાતાએ હજી પણ ત્રણ દિવસ રાજ્યમાં છૂટછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મધ્યમથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now

હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની સંભાવના પણ છે.

આ પણ વાચો : આ રાજ્યોમાં વરસાદનું ભયાનક એલર્ટ!, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!, જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

તારીખ ૨૮ અને ૨૯ વરસાદ આવશે? – Gujarat Rain forecast

૨૮ મે અને ૨૯ મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે. તો વડોદરા, રાજકોટ સહિત મોટાભાગના શહેરમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાચો : ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે!, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે મેઘો ત્રાટકશે!

ક્યાં રાજ્યમાં મૂશળધાર વરસાદ? – Gujarat Rain forecast

અન્ય રાજ્યના હવામાનની વાત કરીએ તો કેરળના કન્નૂરમાં આંધી સાથે મૂશળધાર વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો. તેલંગાણામાં પણ મૂશળધાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી. હૈદરાબાદ શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી સમસ્યા જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાચો : ૭૦ કિલોમિટરની ઝડપથી આવશે આંધી-તોફાન, ગુજરાતમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

૩૦-૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન

આ દિવસોમાં તો ઉત્તર પ્રદેશમાં વરસાદ અને ગરમી બંને વાતાવરણ જોવા મળી રહ્યા છે. રાજ્યના પશ્ચિમી વિસ્તારોમાં લોકો ગરમી અને બફારાને કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે, જયારે પૂર્વી યુપીના ઘણા જિલ્લાઓમાં આજે એટલેકે ૨૮ મેના રોજ વરસાદ ચાલુ રહેશે. જેના કારણે  હવામાન ખુશનુમા છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે. ૨૯ જૂનથી ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે, જ્યારે પશ્ચિમ યુપીમાં તાપમાનનો પારો ઘટવાની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ યુપીના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બાકીના ભાગોમાં આજે હવામાન સુકુ રહેશે. પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડા અને ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ૩૦ મેના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં ૨ જૂન સુધી વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Gujarat Rain forecast

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
તારીખ ૨૮ અને ૨૯ વરસાદ આવશે?

૨૮ મે અને ૨૯ મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment