ગુજરાતમાં હજી ૪૮ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, જાણો આજે ક્યાં-ક્યાં જિલ્લાઓનો છે વારો?

હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી – Gujarat weather rain forecast

Gujarat weather rain forecast : સૌરાષ્ટ્રથી ઇસ્ટ સેન્ટર અરેબિયન સી સુધી એક ટ્રફ લાઈન છે. જેના કારણે આગામી ૨ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે ત્રણ દિવસ હળવાથી સામાન્ય વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now

શહેરમાં હાલ કાળઝાળ ગરમી નહીં પણ બફારાનું પ્રમાણ વધ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજી ૪૮ કલાક કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, થોડા દિવસોમાં ગુજરાતનું હવામાન ફરી પલટાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, અને પાકને ભારે નુકસાન થયું છે.

આ પણ વાચો : 24 કલાકમાં તાપમાનમાં થયો ઘટાડો! આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જોરદાર આગાહી

તાપમાનમાં વધારો કે ઘટાડો? – Gujarat weather rain forecast

રવિવારના રોજ રાજ્યના વિવિધ શહેરના તાપમાન વધી ૩૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયા હતા. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારાનો અનુભવ થયો હતો. ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદમાં ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૩૭ ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં ૩૫ ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં ૩૫.૪ ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં ૩૫.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે, એક ટ્રફ લાઈન સૌરાષ્ટ્રથી ઇસ્ટ સેન્ટર અરેબિયન સી સુધી છે. જેના કારણે આગામી ૨ દિવસ ગાજવીજની આગાહી છે. આ સાથે ૩ દિવસ હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે મહત્તમ તાપમાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૭ દિવસ ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. હાલ ગાજવીજ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર, આજે ૧૨મી તારીખે અને સોમવારે, પાટણ અને કચ્છ સિવાયના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો : બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ગુજરાતના ૧૦ જિલ્લામાં આજે પણ થશે માવઠું, વાંચો લેટેસ્ટ આગાહી

૧૩મી તારીખે ક્યાં ક્યાં વરસાદની શક્યતા? – Gujarat weather rain forecast

મંગળવારના રોજ ૧૩મી તારીખે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat weather rain forecast

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
૧૩મી તારીખે ક્યાં ક્યાં વરસાદની શક્યતા?

મંગળવારના રોજ ૧૩મી તારીખે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment