આવશે ગાજવીજ સાથે મેઘાની સવારી! 30થી 40Kmની ઝડપે ફૂંકાશે પવન, જાણો ક્યાં દિવસે ક્યા પડશે વરસાદ?

ક્યાં દિવસે ક્યા પડશે વરસાદ? – Gujarat weather

Gujarat weather : દેશમાં આજે હવામાનમાં ફેરફાર થયો છે. હાઈવે પર લોકોને ઓછા પ્રકાશના કારણે વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી જણાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની તે આગાહી સાચી પડી છે. પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને પડોશમાં એક સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના મેદાનોમાં દરિયાની સપાટીથી 12.6Km ઉપર 231Km (125 નોટ) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વોત્તર આસામ અને નીચલા ક્ષોભમંડલ સ્તરોમાં સાઈક્લોનિક સર્કુલેશન બનેલું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે ઠંડીમાંથી રાહત મળી છે, પરંતુ ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું જોર ફરી વળશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પવનની ઝડપ વધશે જેના કારણે બંને રાજ્યોમાં ઠંડકનો અહેસાસ થશે. જાણો 230Kmની ઝડપે ફૂંકાતા પવનની યુપી અને બિહારના હવામાન પર શું અસર પડશે?

આ પણ વાચો : શિયાળાની સિઝનની બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થશે!, કરા સાથે વરસાદ ખાબકશે?, અંબાલાલ પટેલની ડરામણી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – Gujarat weather

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 2 દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. તો જુનાગઢના વિસ્તારોમાં પવનની ગતિ 12થી 15Km પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 16Km પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના વિસ્તારોમાં પણ પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેશે.

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 13 ફેબ્રુઆરીમાં ફરી હવામાનમાં ફેરફાર થશે તેવી સંભાવના છે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની સંભાવના દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો : 24 કલાકમાં તાપમાનમાં થયો ઘટાડો! આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જોરદાર આગાહી

ભારતીય હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ – Gujarat weather

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

ચાલો જાણીએ ભારતીય હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ શું છે? ભારતના હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે.

કેવું રહેશે યુપીમાં હવામાન?

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ફરી એકવાર ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગતરોજ પવનની ગતિમાં વધારો થયો હતો, જેના કારણે વાતાવરણમાં ફરી ઠંડકનો અનુભવ શરૂ થયો છે. આજે પણ પશ્ચિમ અને પૂર્વ યુપીમાં 20થી 30Km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 15 થી 18 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં કોઈ મોટો પલટો આવી શકે. આ સમયગાળા દરમિયાન રાજ્યના બંને ભાગોમાં રાત્રે અને સવારે ધુમ્મસની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર આવે તેવી સંભાવના નહીંવત છે. હવામાનમાં મોટો ફેરફાર આવવાની સંભાવના નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ મુંજાવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે.

gujarat-weather

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 2 દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેશે.

Leave a Comment