Heatwave possibility : રાજ્યમાં આકરી ગરમીથી છેલ્લા ૫-૭ દિવસથી થોડી રાહત મળી છે, પરંતુ ફરી એકવાર અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ ગરમીથી આજે ૧૪ એપ્રિલ સુધી થોડી રાહત રહેશે, પરંતુ ફરી એકવાર આવતીકાલ એટલે કે ૧૫ એપ્રિલથી તાપ જરતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથો-સાથે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.
૧૫ થી ૧૭ એપ્રિલ સુધી હીટવેવની આગાહી – Heatwave possibility
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં તારીખ ૧૫ થી ૧૭ એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની સંભાવના રહેલી છે જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકંઠા, રાજકોટમાં પણ પવનની દિશા બદલાશે તેવી શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : ઠંડી ગઈ? ગુજરાતમાં બળબળતો ઉનાળો ક્યારથી શરૂ થશે? નવી આગાહી જાણો
લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય – Heatwave possibility
- વધારે માત્રામાં ઠંડુ પાણી પીવું, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
- નાગરીકોએ વધુ પડતું કામ ન કરવું અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ બંધ કરવું
- ભરબપોરે કામ પર જતી વખતે સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
- ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને કામદારોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
- ઉપવાસ કરવાનું ટાળવું
- મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જ જવું
- ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ કુલર, પંખા તેમજ ACનો ઉપયોગ કરવો.
- નાના બાળકો, સગર્ભા માતા, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
- હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું
- બહાર નીકળતી વખતે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં જ પહેરવા
- ટોપી, ચશ્માં અને છત્રીનો બહાર નીકળતી વખતે ઉપયોગ કરવો
- હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે ૨:૦૦ વાગ્યાથી ૪:૦૦ વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
- બાળકોને કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો પાણીમાં નાખીને સ્નાન કરાવવું.
- બજારમાં મળતો ખુલ્લો પડેલો, વાસી ખોરાક ન ખાવો, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
- લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
- ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની સંભાવના વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
- ઘરના ધાબા પર સફેદ ચૂનો, સફેદ રંગ અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
આ પણ વાચો : દિલ્હીથી લઈને યુપી અને બિહાર સુધી, હવામાનનો મિજાજ બદલાયો, ક્યાંક ગરમીનું પ્રમાણ વધ્યું તો ક્યાંક વરસાદ!
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો – Heatwave possibility
- માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
- શરીરનું તાપમાન વધી જવું
- ખૂબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
- વધુ તાવ આવવો
- ગરમ અને સૂકી ત્વચા
- નાડીના ધબકારા વધવા
- ઉલ્ટી થવી, ઉબકા આવવા
- ચકકર આવવા, આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- સુધ-બુધ ગુમાવી દેવી
- અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં તારીખ ૧૫ થી ૧૭ એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની સંભાવના રહેલી છે જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકંઠા, રાજકોટમાં પણ પવનની દિશા બદલાશે તેવી શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.