ગુજરાતમાં ૨૭ જૂન સુધી ભારે વરસાદની આગાહી

Heavy Rain Prediction : હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આખા ગુજરાત રાજ્યમાં ચોમાસાએ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાનાં અનુસંધાન મુજબ, રાજ્યમાં ૨૭ જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now

અનેક જિલ્લામાં એલર્ટ જાહેર – Heavy Rain Prediction

હવામાન ખાતા દ્વારા આજે છોટાઉદેપુર, દાહોદ, વડોદરા અને નવસારી જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, ગીર સોમનાથ અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપાયું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાચો : હવામાન વિભાગે આગામી ૨૮ જૂન સુધી રાજ્યભરમાં મુશળધાર વરસાદની આગાહી કરી

૨૪ થી ૨૭ જૂન સુધી ભારે વરસાદની આગાહી – Heavy Rain Prediction

હવામાન ખાતાએ ૨૪ થી ૨૭ જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. માછીમારોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે. ૨૪ જૂન સુધી અને પછી ૨૫ થી ૨૯ જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં જોરદાર વરસાદ જોવા મળશે.

આ પણ વાચો : દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર; આ નદીઓમાં તો પૂર આવ્યું! આજે ૮ જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ!

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદ – Heavy Rain Prediction

અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે પણ વરસાદ પડવાની સંભાવના હોવાને કારણે તંત્રએ પૂરતી તકેદારી રાખવા સૂચના આપી છે.

આ પણ વાચો : આજે રાત્રે ૨૪ જિલ્લા સાવધાન!, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ – Heavy Rain Prediction

ગત સોમવારે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત શહેરમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં ૮.૫ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા.

શહેરના પાલ, અઠવા, અડાજણ, રાંદેર અને પાર્લેપોઇન્ટ જેવા વિસ્તારો જળમગ્ન થયા હતા. શહેરના રસ્તાઓ, સોસાયટીઓ અને માર્કેટોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. જેના કારણે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

નેશનલ હાઈવેના સર્વિસ રોડ બંધ

સુરતના કામરેજ ચાર રસ્તા તથા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા, ટ્રાફિક ખોરવાયું હતું, જેના કારણે સર્વિસ રોડ બંધ કરવો પડ્યો હતો. સ્થાનિકો મુજબ, દર વર્ષે વરસાદના દિવસોમાં અહીં આવું જ દ્રશ્ય જોવા મળે છે.

હવામાન ખાતાએ આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના દર્શાવતાં તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

Heavy Rain Prediction

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદ

અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે પણ વરસાદ પડવાની સંભાવના હોવાને કારણે તંત્રએ પૂરતી તકેદારી રાખવા સૂચના આપી છે.

Leave a Comment