Heavy rain with thunder : રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા તેની ગુજરાત પર અસર થશે, તો માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે, તો અમરેલી, દ્વારકા, જામનગરના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. સાથે-સાથે દરિયાઇ કાંઠે પવનની ગતિ ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
જાણો કયાં અપાઈ વરસાદની આગાહી – Heavy rain with thunder
હવામાન ખાતાની આગાહી અનુસાર, વાત કરવામાં આવે તો અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : આ રાજ્યોમાં વરસાદનું ભયાનક એલર્ટ!, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!, જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?
રાજ્યના ૧૨ જિલ્લાઓમાં યલો એલર્ટ – Heavy rain with thunder
હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના ૧૨ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભરુચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે રાજ્યભરમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે. રાજ્યભરમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ તો કયાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : ૮૦ થી ૯૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, આ તારીખોમાં થશે અંધારીયો વરસાદ, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
જૂનની શરૂઆતમાં વધુ વરસાદ પડશે – Heavy rain with thunder
ભારતીય હવામાન વિભાગ મુજબ, જૂન મહિનાની શરૂઆતમાં વધુ વરસાદ પડશે. આ સમય દરમિયાન, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં ૧૦૮ ટકા વધુ વરસાદ પડશે તેવી આગાહી છે. જૂન મહિનામાં ભારે વરસાદને કારણે, દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સરેરાશથી નીચે રહેવાની શક્યતા છે, એટલે કે હીટવેવ આવશે નહીં. જોકે, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતમાં તાપમાન સામાન્યથી વધારે રહી શકે છે.
આ પણ વાચો : રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની જોરદાર આગાહી
ખેડૂતો માટે રાહતના સમાચાર!
સામાન્ય કરતાં વધુ વરસાદ એ ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતના કૃષિ અર્થતંત્ર માટે સારું ચોમાસું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સુધારેલી વરસાદની આગાહી નીતિ નિર્માતાઓ અને જળ સંસાધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેઓ હવે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપાવશે. હવામાન ખાતાના મહાનિર્દેશક ડૉ. એમ. મહાપાત્રાના જણાવ્યા મુજબ, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
ભારતીય હવામાન વિભાગ મુજબ, જૂન મહિનાની શરૂઆતમાં વધુ વરસાદ પડશે. આ સમય દરમિયાન, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં ૧૦૮ ટકા વધુ વરસાદ પડશે તેવી આગાહી છે.