Heavy Rain : ભારત હાલમાં બે વિરોધાભાસી હવામાન પરિસ્થિતિઓ સાથે ઝઝૂમી રહ્યું છે, એક તરફ ગરમી અને હીટવેવ્સ અને બીજી તરફ ભારે વરસાદ, તોફાની પવનો અને હિમવર્ષાએ હેરાન-પરેશાન કર્યા છે. દેશના અડધાથી વધુ ભાગોમાં ગરમીએ લોકોનું જીવન ખુબજ મુશ્કેલ બનાવી દીધું છે, જ્યારે બાકીના દેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. એક તરફ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન ખાતા દ્વારા ૩૨ થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કાશ્મીર-લદ્દાખમાં તબાહી – Heavy Rain
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવામાને વિકરાળ રૂપ ધારણ કર્યું છે. રામબનમાં વાદળ ફાટવાને કારણે ચેનાબ નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે કેટલાક મકાનો અને રસ્તાઓ તબાહ થઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ છે અને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. લદ્દાખમાં અણધારી હિમવર્ષાને કારણે સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે, વીજળી અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
આ પણ વાચો : ટિટોડી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો ચોમાસુ ટનાટન? અંબાલાલ પટેલે જણાવી ચોમાસાના વરતારાની રીત
દક્ષિણ અને મધ્ય ભારતમાં હીટવેવ – Heavy Rain
રવિવારે મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં તાપમાન ૪૪.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. વિદર્ભ, તેલંગાણા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં ગરમ પવનો લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા આ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાચો : ઠંડી ગઈ? ગુજરાતમાં બળબળતો ઉનાળો ક્યારથી શરૂ થશે? નવી આગાહી જાણો
આ રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ રહેશે – Heavy Rain
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દેશના ૨૩ થી વધુ રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી તોફાની પવન અને વરસાદ ચાલુ રહેશે. જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં ૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
- ૨૨-૨૫ એપ્રિલ : કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા અને તમિલનાડુ
- ૨૨-૨૪ એપ્રિલ : હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ
- ૨૨-૨૪ એપ્રિલ : અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ
- આગામી 5 દિવસ : રાયલસીમા, ગોવા, પુડુચેરી, યાનમમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દેશના ૨૩ થી વધુ રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી તોફાની પવન અને વરસાદ ચાલુ રહેશે. જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં ૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.