heavy rainfall forecast : હવામાન ખાતાએ 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આજે ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે ધંધુકામાં ભાદર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આસપાસના ખેતરો જળમગ્ન થયા. તો બોટાદના જનડા ગામે પાડલીયા નદીમાં ભારે પુર આવતા ૩ વર્ષ પહેલાં બનેલો પૂલ ધોવાયો.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?
heavy rainfall forecast : ગુરુવારે સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં 14.24 ઈંચ, ધરમપુરમાં 11.04 અને વાપીમાં 10.24 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એ સિવાય 39 કલાક દરમિયાનની વાત કરવામાં આવે તો ડાંગના આહ્વામાં 12.36 ઈંચ, વઘઈમાં 11.32 અને સુબીર તાલુકામાં 9.40 ઈંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાચો : આજે રાત્રે ૨૪ જિલ્લા સાવધાન!, હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ધરમપુર-કપરાડાના ઉપરવાસમાં પણ તોફાની વરસાદ પડવાને કારણે નીચાણવાળી ઔરંગા નદી બે કાંઠે વહેવા માંડતા વલસાડના કૈલાસરોડ પર નદી ઉપરનો પુલ અવરજવર માટે બંધ કરી દેવાની આવ્યો હતો.
આ પણ વાચો : હવે પાછું ચોમાસું ક્યારે સક્રિય થશે? વાવણી ક્યારે થશે? જાણો અંબાલાલની તારીખ સાથે આગાહી

અગત્યની લિંક – heavy rainfall forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
હવામાન ખાતાએ 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આજે ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.