૭૦ કિલોમિટરની ઝડપથી આવશે આંધી-તોફાન, ગુજરાતમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

IMD Monsoon 2025 Alert : મહારાષ્ટ્ર અને કેરળમાં ચોમાસાએ સમય પહેલા જ દસ્તક આપી દીધી છે. આ સાથે જ દિલ્હી-NCRમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાએ આગામી ૭ દિવસ માટે શું આગાહી કરી છે અને ગુજરાત માટે શું આગાહી છે તે ખાસ કરીને જાણો.

WhatsApp Group Join Now

કેરળ પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રમાં પણ સમય પહેલા દસ્તક આપી દીધી છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી ૨ થી ૩ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. જેની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈમાં મધરાતથી જ સતત પડી રહેલા વરસાદના લીધે સોમવારે સવારે ટ્રેનો પર અસર જોવા મળી રહી છે. મધ્ય રેલવેની મેઈન લાઈન પર કલ્યાણ તરફ જતી ધીમી લોકલ ટ્રેનો પણ ૫ મિનિટ મોડી છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ફાસ્ટ ટ્રેનેમાં સરેરાશ ૧૦ મિનિટ મોડી જોવા મળી રહી છે. અને ધીમી લોકલ સેવાઓ પણ સામાન્યથી ૫ મિનિટ મોડી ચાલી રહી છે.

કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ – IMD Monsoon 2025 Alert

કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે દિલ્હી-NCR માટે યલ્લો એલર્ટ જાહેર કરાયો છે. આજે IMDએ મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મુંબઈ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આગામી ૩-૪ કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે. પ્રશાસને નાગરિકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

આ પણ વાચો : ગુજરાતનું હવામાન કેવું રહેશે?, આજે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી? જાણો હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી

૩૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો – IMD Monsoon 2025 Alert

હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર કર્ણાટક (બેંગ્લુરુ સહિત), આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો, તમિલનાડુના બાકી ભાગો અને પૂર્વોત્તરમાં આગામી ૩ થી ૪ દિવસમાં ચોમાસુ આગળ વધશે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. છેલ્લા ૩૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. IMDના જણાવ્યાં અનુસાર ચોમાસુ આગામી ૩ દિવસમાં મુંબઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી જશે. આ અગાઉ ૧૯૯૦માં ૨૦મી મેના રોજ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યુ હતું. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટકમાં આગળ વધી ગયું છે. હવામાન ખાતાએ કાંઠા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ  કન્નડમાં સમુદ્રમાં ઉથલપાથલ, સતત વરસાદ, ભારે પવન અને ધરાશાયી થઈ ગયેલા ઝાડ જોવા મળી રહ્યા છે.

કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા – IMD Monsoon 2025 Alert

૨૬ તારીખે કેરળ અને માહેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના, આંધી તોફાન, વીજળીના કડાકા-ભડાકા તથા ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની સાથે હળવો વરસાદ કે વધુ વરસાદની સંભાવના છે. ૨૭-૩૧ મે દરમિયાન ખુબ ભારે વરસાદની સંભાવના છે. ૨૫-૨૭ મે દરમિયાન કાંઠા વિસ્તારો અને દક્ષિણ કર્ણાટકમાં જુદા-જુદા સ્થળો પર ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાચો : અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં જ વાવાઝોડું સર્જાશે!, તે ગુજરાતને અસર કરશે?

કેરળ કર્ણાટકમાં રેડ એલર્ટ – IMD Monsoon 2025 Alert

૨૫ થી ૩૧ મે સુધી  મહારાષ્ટ્ર, કેરળ, ગોવા અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે કેરળમાં ૨૫-૨૬ અને કર્ણાટકમાં ૨૬-૨૭ મેના રોજ મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ ૨૬મીએ તમિલનાડુના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકવવા અંગે એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા – IMD Monsoon 2025 Alert

ઉત્તરપૂર્વી રાજ્યો મણિપુર, મિઝોરમ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, અને ત્રિપુરામાં ૨૫ થી 31 મે સુધી મુશળધાર વરસાદની શક્યતા છે. ૨૮ થી ૩૧ મી મે વચ્ચે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો : ગુજરાતમાં હજી ૪૮ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, જાણો આજે ક્યાં-ક્યાં જિલ્લાઓનો છે વારો?

દિલ્હી-NCR માટે આગાહી – IMD Monsoon 2025 Alert

દિલ્હી-NCRમાં રવિવારે ખુબ વરસાદ પડ્યો. જેનાથી રસ્તાઓ પાણીથી ડૂબાડૂબ થઈ ગયા હતા. હવામાન ખાતા દ્વારા દિલ્હી-NCRમાટે હળવા વરસાદ અને ગાજવીજ સાથે છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તાર માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી-NCRમાં ૨૬મીએ પણ વાદળા છવાયેલા રહેશે. ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ અને ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે ૫૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે.

મહારાષ્ટ્ર ગુજરાત અને મરાઠાવાડામાં વરસાદ – IMD Monsoon 2025 Alert

IMDના જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્ર, ગુજરાત અને મરાઠાવાડામાં વાદળ ગરજવાની સાથે ભારે આંધી (૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાક) અને વરસાદનું એલર્ટ છે. કોંકણ અને ગોવામાં ૩૦ મે સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ આગામી ૪ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં બનેલા લો પ્રેશર સિસ્ટમના કારણે હવામાન બગડશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

ગુજરાતનું હવામાન

ગુજરાતમાં કાલે રાતે અમદાવાદમાં એકાએક હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. આંધી સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. નરોડા, સેજપુર બોઘા, મેમ્કો, સરદારનગર, કુબેરનગર, શાહીબાગ જેવા વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો હતો. નવકાસ્ટ બુલેટિનમાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી અપાઈ છે. દમણ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે. કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. સુરત, તાપી, ડાંગમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર રત્નાગિરી આસપાસ સિસ્ટમ. ડિપ્રેશનને કારણે રત્નાગિરી અને કોંકણમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે.

૨૮ થી ૩૧ મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા. દરિયો ભારે તોફાની બનશે. સમુદ્રમાં કરંટ જોવા મળશે. ૬૫-૭૦ કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ૨૮મે થી ૨૭ જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકશાન થઈ શકે છે. ૬ જુન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વરસાદથી વાવણી ન કરવી. ૨૧ જુન પછી જ વાવણી કરવી.

IMD Monsoon 2025 Alert

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર રત્નાગિરી આસપાસ સિસ્ટમ. ડિપ્રેશનને કારણે રત્નાગિરી અને કોંકણમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે.

Leave a Comment