ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય!, ૨૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

Monsoon News : હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, “આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.”

WhatsApp Group Join Now

મેઘરાજા આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે એક, બે નહીં ત્રણ-ત્રણ વરસાદની સિસ્ટમને કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ સાથે આજે અને આવતીકાલે એટલે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, “માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.” આ સાથે તેમણે વરસાદી સિસ્ટમ અંગે વાત કરતા જણાવ્યું છે કે, “સાઉથ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે મોન્સૂન ટ્રફ છે જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે અને ત્રીજી સિસ્ટમ છે જે નોર્થ ઇસ્ટ અરેબિયન સીધી ગુજરાતમાંથી થઈને બંગાળની ખાડીમાં જઈ રહી છે. જેના કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.”

આ પણ વાચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગામી સાત દિવસ ભારે વરસાદ? જાણો લેટેસ્ટ આગાહી

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, “આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.”

૩ જુલાઈના રોજ ક્યાં વરસાદ – Monsoon News

હવામાન ખાતાના મેપ અનુસાર, આજે ત્રીજી જુલાઈના રોજ કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે પોરબંદર, રાજકોટ, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાચો : ગુજરાતમાં ૨૭ જૂન સુધી ભારે વરસાદની આગાહી

૪ જુલાઈના રોજ ક્યાં વરસાદ – Monsoon News

ચોથી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

૫ જુલાઈના રોજ ક્યાં વરસાદ – Monsoon News

પાંચમી જુલાઈના રોજ, અરવલ્લી અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

આ પણ વાચો : હવામાન વિભાગે આગામી ૨૮ જૂન સુધી રાજ્યભરમાં મુશળધાર વરસાદની આગાહી કરી

૬ જુલાઈના રોજ ક્યાં વરસાદ – Monsoon News

છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે કચ્છ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, મહેસાણા, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

આ પણ વાચો : શિયાળાની સિઝનની બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થશે!, કરા સાથે વરસાદ ખાબકશે?, અંબાલાલ પટેલની ડરામણી આગાહી

૭ જુલાઈના રોજ ક્યાં વરસાદ

સાતમી તારીખે ૨ જિલ્લામાં અતિભારે અને ૯ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

૮ જુલાઈના રોજ ક્યાં વરસાદ

આઠમી તારીખે  ૪ જિલ્લામાં ભારે ૨ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.

૯ જુલાઈના રોજ ક્યાં વરસાદ

નવમી તારીખે ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Monsoon News

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
૪ જુલાઇના રોજ ક્યાં વરસાદ

ચોથી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Comment