ચોમાસું ક્યાં પહોંચ્યું? ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Rain forecast in Gujarat : હવામાન ખાતાએ તેની નવી આગાહીમાં કહ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એટલે કે ગુજરાતવાસીઓએ ફક્ત હળવા વરસાદથી જ સંતોષ માનવો પડશે. ગુજરાતમાં ૨૨ થી ૩૦ જૂન દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.

WhatsApp Group Join Now

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કહ્યું? – Rain forecast in Gujarat

ઘણા લાંબા સમયથી જેની ગુજરાતવાસીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે, તે ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં જ જાણે હાંફી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યા પછી જાણે બ્રેક લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં આગામી ૧૫ જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. એવામાં હવામાન ખાતાએ આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન ખાતાના ડાયરેક્ટર એ.કે દાસે જણાવ્યું છે કે, દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન ૧૫ જૂન કરતા વહેલાં થવાનું હતું, પરંતુ તેની ગતિ હવે દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્ર આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ હતી, તે નબળી પડતા વરસાદની ગતિ પણ ધીમી પડી ગઈ છે. જેના કારણે હજી પણ  ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થઈ શકે છે.

તેમનું કહેવું એ છે કે, વરસાદ લાવનારી સિસ્ટમ દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર સુધી તો તરતજ પહોંચી ગઈ, પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ નબળી પડી છે અને ગુજરાત સુધી પહોંચી શકી નથી. આવા સંજોગોમાં ગુજરાતને હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે.

હવામાન ખાતાએ તેની નવી આગાહીમાં કહ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એટલે કે ગુજરાતવાસીઓએ ખાલી હળવા વરસાદથી જ સંતોષ માનવો પડશે. ગુજરાતમાં ૨૨ થી ૩૦ જૂન દરમિયાન ભારેથી અતિભારે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભા એના છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આજે ૧ જૂને નવસારી, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને બોટાદમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાચો : ચોમાસા પહેલા વરસાદનો હજી એક રાઉન્ડ!, ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ત્રાટકશે ભારે વરસાદ

૨ જૂનના રોજ ક્યાં-ક્યાં જિલ્લાઓમાં આગાહી – Rain forecast in Gujarat

આવતીકાલે ૨ જૂનના રોજ તાપી, સુરત, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, નવસારી, આણંદ, વડોદરા, દાદરા અને નગર હવેલી વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

૩ જૂનના રોજ ક્યાં-ક્યાં જિલ્લાઓમાં આગાહી – Rain forecast in Gujarat

આ સાથે જ ૩ જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને પોરબંદરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Rain forecast in Gujarat

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
૨ જૂનના રોજ ક્યાં-ક્યાં જિલ્લાઓમાં આગાહી

આવતીકાલે ૨ જૂનના રોજ તાપી, સુરત, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, નવસારી, આણંદ, વડોદરા, દાદરા અને નગર હવેલી વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Leave a Comment