Rain News : ગુજરાત રાજ્યમાં ઉનાળો એકદમ અંત તરફ આવી ગયો છે. બીજી બાજુ દક્ષિણ ભારતમાં ચોમાસું પણ બેસી ગયું છે. મુંબઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો છે. સાથે-સાથે રાજ્યમાં પણ વરસાદ પડવાનું શરું થયું છે. ગુરુવારે એટલેકે આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.
અમદાવાદમાં વહેલી સવારે વરસાદ – Rain News
અમદાવાદ શહેરમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર્વ અને પશ્વિમ સહિતના ભાગોમાં વરસાદ પડ્યો હતો. પશ્વિમ ભાગોની વાત કરીએ તો વસ્ત્રાપુર, ગોતા, સોલા, એસજી હાઈવે, ઘાટલોડિયા, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં હવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
આ પણ વાચો : ચોમાસુ આગળ વધી રહ્યું છે!, આજે પણ ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૭૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન
૨૪ કલાકમાં રાજ્યમાં ૮૯ તાલુકામાં વરસાદ – Rain News
ગુજરાત રાજ્યમાં વરસાદના માહોલ વચ્ચે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા મુજબ ૨૮મે ૨૦૨૫, સવારે ૬:૦૦ વાગ્યાથી લઈને ૨૯મે ૨૦૨૫ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં રાજ્યના ૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોડાસામાં ૨.૩૬ ઈંચ નોંધાયો હતો. પાટણના સિદ્ધપુરમાં ૨.૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૯ તાલુકામાં ૧ થી ૨ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.
આ પણ વાચો : એલર્ટ! ૭૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે!, વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ચેતવણી!
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી – Rain News
ગુજરાતમાં હવામાન ખાતાએ વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે ૨૯ મે ૨૦૨૫, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને મહિસાગરમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આજે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની પણ સંભાવના સેવી છે.
આ પણ વાચો : ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ? – Rain News
શહેર | મહત્તમ તાપમાન(ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન(ડિગ્રીમાં) |
અમદાવાદ | 39.0 | 29.1 |
ડીસા | 39.1 | 29.4 |
ગાંધીનગર | 38.4 | 29.0 |
વિદ્યાનગર | 37.3 | 28.2 |
વડોદરા | 36.6 | 28.8 |
સુરત | 33.6 | 28.0 |
દમણ | 33.6 | 26.0 |
ભૂજ | 38.6 | 00 |
નલિયા | 35.2 | 28.8 |
કંડલા પોર્ટ | 35.7 | 29.4 |
કંડલા એરપોર્ટ | 41.2 | 29.4 |
અમરેલી | 33.3 | 26.4 |
ભાવનગર | 40.4 | 29.0 |
દ્વારકા | 33.4 | 29.4 |
ઓખા | 35.2 | 30.0 |
પોરબંદર | 35.2 | 28.5 |
રાજકોટ | 40.7 | 27.3 |
વેરાવળ | 33.0 | 29.1 |
દીવ | 33.7 | 28.5 |
સુરેન્દ્રનગર | 39.3 | 29.0 |
મહુવા | 33.8 | 27.5 |
કેશોદ | 35.1 | 28.5 |
ગુજરાતમાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
હવામાન ખાતાએ આપેલા તાપમાનના આંકડા મુજબ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં ૩૩ ડિગ્રી સેલ્સિયસથી લઈને ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે વેરાવળમાં ૩૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અમદાવાદમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?
અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
ગુજરાત રાજ્યમાં વરસાદના માહોલ વચ્ચે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા મુજબ ૨૮મે ૨૦૨૫, સવારે ૬:૦૦ વાગ્યાથી લઈને ૨૯મે ૨૦૨૫ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં રાજ્યના ૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોડાસામાં ૨.૩૬ ઈંચ નોંધાયો હતો. પાટણના સિદ્ધપુરમાં ૨.૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૯ તાલુકામાં ૧ થી ૨ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.