ક્યાંક વીજળી ડૂલ તો, ક્યાંક વૃક્ષો ધરાશાયી,  ગુજરાત માટે હજી ત્રણ દિવસ ‘ભારે’!

Three ‘heavy’ days for Gujarat : ગઇકાલથી જ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી ગયો છે. સમગ્ર રાજ્યોમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ થોડું ઓછું થયું છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડવાને કારણે પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને અતિભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેર-ઠેર ગામડાઓ અને શહેરોમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.

ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં ફૂંકાયેલા પવનના આંકડા બહાર પાડયા છે. તે પ્રમાણે ગુજરાતમાં હળવાથી લઈને ભારે વાવાઝોડાને ટક્કર આપે એવો પવન ફૂંકાયો હતો. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ૯૩ કિ.મીની ઝડપથી પવન ફૂંકાયો હતો. ગાઈકલ સાંજે ૬ વાગ્યે નોંધાયેલ આંકડા મુજબ તેની ઝડપ ૯૩ કિ.મી/કલાકની હતી. બીજી તરફ ધોલેરામાં ૮૯ કિ.મી/કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. અરણેજમાં ૮૭ કિ.મી/કલાક, આણંદમાં ૮૫ કિ.મી/કલાક, ભરૂચમાં રાતે ૮ વાગ્યા આસપાસ ૮૩ કિ.મી/કલાક, રાજકોટમાં ૮૯ કિ.મી/કલાક અને ભાવનગરમાં ૭૪ કિ.મી/કલાકની ગતિએ પવન ફૂંકાયો હોવાનું નોંધાયું હતું. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. તો કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો પણ પડ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ભાવનગરમાં પણ મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જેના કારણે ટ્રાફિકમાં અટકાયતની સમસ્યા ઊભી થઈ હતી. વાત કરી અમદાવાદ શહેરની તો અમદાવાદના જાણીતા વિસ્તાર શ્યામલમાં હોર્ડિંગ પાડવાની ઘટના બની હતી જો કે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. બોટાદમાં ભારે પવન ફૂંકાવાને કારણે ભાવનગર રોડ પર રસ્તા પર લગાવેલું હોર્ડિગ ધરાશાયી થયું હતું.

આ પણ વચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

લગ્ન પ્રસંગમાં અવરોધ – Three ‘heavy’ days for Gujarat

કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે અનેક સ્થળોએ લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપ ઉડી ગયા કે ધ્વસ્ત થયા હતા. જેના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું હતું. મહેસાણા, બોટાદ, વડોદરા સહિતના ભાગોમાં ભારે પવન ફૂંકાવાને કારણે મંડપ ઉડ્યા હતા. લગ્નની ભરપૂર સિઝનમાં ભારે પવનને કારણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન એક્ટિવ – Three ‘heavy’ days for Gujarat

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ અરબી સમુદ્ર, પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આસપાસ એક મજબુત હાઇપ્રેશરની સિસ્ટમ સક્રિય થઇ છે. જેને એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન પણ કહે છે. જેના કારણે ગરમ પવન ફૂંકાતા ગરમીના પ્રમાણમાં વધારો થાય છે.

આ પણ વાચો : આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી!, તો આ રાજ્યો રહેશે ગરમ!, ચાલો જાણીએ કે ગુજરાત સહિત દેશભરમાં હવામાન કેવું રહેશે?

હજી ૩ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઘટશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ સંભાવના છે. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.

કયા-કયા વિસ્તારમાં વરસાદની આગાહી?

આજે એટલે કે ૬ તારીખે કચ્છ, બનાસકાંઠા સહિત મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ગાજવીજ સાથે કરા પડવાની પણ શકયતા છે. તો બીજી તરફ મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે ૭ મેના રોજ બુધવારે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, પાટણમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૮ મેના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Three 'heavy' days for Gujarat

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ?

વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને અતિભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેર-ઠેર ગામડાઓ અને શહેરોમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.

Leave a Comment