ચાલો જાણીએ લેટેસ્ટ આગાહી – Unseasonal Rain News
Unseasonal Rain News : ગુજરાતવાસીઓ છેલ્લા ૩-૪ દિવસથી કમોસમી વરસાદના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, રાજ્યમાં ગઇકાલે ૫૩થી વધુ તાલુકાઓમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે, ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા ૪ દિવસથી રાજ્યના હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, તેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે વધુ એક મોટુ અપેડટ સામે આવ્યુ છે જે અંતર્ગત આજે પણ ૧૦ જિલ્લાઓમાં માવઠું થશે અને સાથે સાથે ૬૦ થી ૭૦ કિ.મીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે.
ગુજરાતવાસીઓ છેલ્લા ૩-૪ દિવસથી કમોસમી વરસાદના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, રાજ્યમાં ગઇકાલે ૫૩થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સામાન્ય લોકોની સાથે-સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન ખાતાએ વધુ એક ડરાવનારી આગાહી કરી છે, હવામાન ખાતા મુજબ, આજે પણ ગુજરાતમાં માવઠાનું સંકટ યથાવત છે, બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં આજે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકશે. આજે ૧૦ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ૨૩ જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયુ છે, આ ઉપરાંત કહેવામાં આવ્યુ છે કે, આજે ૬૦ થી ૭૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
આ પણ વાચો : ક્યાંક વીજળી ડૂલ તો, ક્યાંક વૃક્ષો ધરાશાયી, ગુજરાત માટે હજી ત્રણ દિવસ ‘ભારે’!
આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ – Unseasonal Rain News
હવામાન ખાતા દ્વારા અરવલ્લી, નર્મદા, સુરત, વડોદરા, ભરૂચ, સાબરકાંઠાના ભાગોમાં અતિ ભારે વરસાદનું શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. નવસારી, ડાંગ, કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હવામાન ખાતાની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ૩ અપર એયર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા ૪૮ કલાકથી રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ૩ દિવસમાં આકાશી આફતે ૨૧થી વધુના લોકોનો જીવ લીધો છે. ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૪૫ પશુના પણ મૃત્યુ થયા છે, હવામાન ખાતા દ્વારા હજી પણ ૧૨ મે સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં મહેસાણા, અમદાવાદ, તાપી, ભરૂચ, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા અને ગીરસોમનાથ, જામનગર પોરબંદરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આખા ગુજરાતમાં ૯ મે સુધી વરસાદની શક્યતા છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક પૂરનીસ્થિતિ સર્જાઇ તેવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે? – Unseasonal Rain News
૯ મે પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને ૧૦ મે થી ૧૨ મે સુધીમાં રાજ્યામાં છૂટછવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. ૧૩ મે પછી ગુજરાતમાં વરસાદ બંધ થઇ જાય તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં ૯ મે સુધી સવારમાં સૂર્ય દેખાશે તાપ નીકળશે પરંતુ સાંજના સમયે હવામાનમાં પલટો આવશે અને અચાનક વાદળો ઘેરાશે અને પવનની ગતિ પણ વધશે અને સાંજથી રાત અને સવાર સુધી વરસાદ શરૂ થશે. આ સમયે મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાશે, વરસાદ દરમિયાન પવનની ગતિ ૫૦થી ૮૦ પ્રતિ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠામાં પવનની ગતિ ભારે રહે તેવી સંભાવના છે.

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
૯ મે પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને ૧૦ મે થી ૧૨ મે સુધીમાં રાજ્યામાં છૂટછવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. ૧૩ મે પછી ગુજરાતમાં વરસાદ બંધ થઇ જાય તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.