કયું નક્ષત્ર કયારે બેસે? કયું વાહન? કેટલા વરસાદની સંભાવના?

Varsad nakshatra 2025 : આ વર્ષે એટલે કે ૨૦૨૫ના વર્ષ દરમિયાન વરસાદના નક્ષત્ર ક્યારે બેસી રહયા છે? અને કયા નક્ષત્રનું વાહન ક્યું છે? ચોમાસું નક્ષત્ર ,૨૦૨૫ દરમ્યાન વરસાદ કેવો રહેશે? તે આજના લેખમાં જાણીશું….

WhatsApp Group Join Now

મૃગશીર્ષ નક્ષત્ર ૨૦૨૫ – Varsad nakshatra 2025

સૂર્યનારાયણનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૮/૬/૨૦૨૫ ના રોજ થશે. સમય સવારના ૭:૨૧ કલાકે રવિવારના રોજ થશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળનું રહેશે. આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળશે. પવનનું જોર પણ ખૂબ વધુ જોવા મળેશે.

આદ્રા નક્ષત્ર ૨૦૨૫ – Varsad nakshatra 2025

સૂર્યનારાયણનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ૨૨/૬/૨૦૨૫ ના રોજ થશે. સમય વહેલી સવારે ૦૬:૨૨ મિનિટે રવિવારના રોજ થશે. આદ્રા નક્ષત્રનું વાહન ઉંદરનું રહેશે. આ નક્ષત્ર ની શરૂઆત ની સાથે જ ગુજરાતમાં વરસાદનો માહોલ જામશે.

આ પણ વાચો : ૭૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન!, IMDની અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પુનર્વસુ નક્ષત્ર ૨૦૨૫ – Varsad nakshatra 2025

સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૫/૭/૨૦૨૫ ના રોજ થશે. સમય રાત્રે ૫:૫૦ કલાકે થશે. વાર શનિવાર રહેશે. આ નક્ષત્રનું વાહન ઘોડાનું રહેશે. પુનર્વસુ નક્ષત્રમાં વરસાદની શરૂઆત હળવાથી મધ્યમ રહેશે.

પુષ્ય નક્ષત્ર ૨૦૨૫ – Varsad nakshatra 2025

સૂર્યનારાયણનું પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૧૯/૭/૨૦૨૫ ના રોજ થશે. વાર શનિવાર થશે અને સમય રાત્રે ૫:૨૪ કલાકે થશે. પુનર્વસુ નક્ષત્ર દરમિયાન વાહન મોરનું રહેશે. પુષ્ય નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ જોવા મળશે. ઘણા ભાગોમાં અતિવૃષ્ટિની પણ શક્યતા પુષ્ય નક્ષત્રમાં જોવા મળશે.

આ પણ વાચો : ચોમાસું ક્યાં પહોંચ્યું? ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આશ્લેષા નક્ષત્ર ૨૦૨૫

સૂર્યનારાયણનો આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૨/૮/૨૦૨૫ ના રોજ થશે. વાર શનિવાર રહેશે અને સમય સાંજના ૪:૧૦ કલાકનો રહેશે. આશ્લેષણ નક્ષત્ર નું વાહન ગધેડા નું રહેશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ગધેડો હોવાથી વરસાદની શક્યતા મધ્યમ રહેશે.

મઘા નક્ષત્ર ૨૦૨૫

સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ ૧૬/૮/૨૦૨૫ ના રોજ થશે વાર શનિવાર રહેશે. સમય રાત્રે ૧:૫૪ કલાકે થશે. મઘા નક્ષત્ર દરમિયાન વાહન દેડકાનું રહેશે. મઘા  નક્ષત્રનું વાહન દેડકો હોવાથી આ નક્ષત્રમાં સારા વરસાદના રાઉન્ડ જોવા મળશે સાથે પાણીની મુશ્કેલી પણ દૂર થતી જોવા મળે છે.

આ પણ વાચો : ચોમાસા પહેલા વરસાદનો હજી એક રાઉન્ડ!, ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ત્રાટકશે ભારે વરસાદ

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ૨૦૨૫

સૂર્યનારાયણ નો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૩૦/૮/૨૦૨૫ ના રોજ થશે. વાર શનિવાર અને સમય રાત્રે ૯:૪૬ મિનિટ થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર દરમિયાન વાહન ભેંસનું રહેશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી વરસાદની શકયતા સારી એવી જોવા મળે છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ૨૦૨૫

સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૧૩/૯/૨૦૨૫ ના રોજ થશે. વાર શનિવાર રહેશે. સમય બપોરે ૩:૪૩ મિનિટ થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન શિયાળનું રહેશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર દરમિયાન વરસાદની શક્યતા મધ્યમ જોવા મળે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હસ્ત નક્ષત્ર ૨૦૨૫ (હાથીયો નક્ષત્ર )

હસ્ત નક્ષત્રને આપણે બધા લોકો હાથીયો નક્ષત્ર ના નામથી પણ ઓળખીએ છીએ, તો આ વર્ષે સૂર્યનારાયણનું હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ૨૭/૯/૨૦૨૫ ના રોજ થશે. વાર શનિવાર હશે. સમય વહેલી સવારે ૦૭:૯ મિનિટે થશે. હસ્ત નક્ષત્ર દરમિયાન વાહન મોરનું રહેશે. હસ્ત નક્ષત્રનું વાહન મોરનું હોવાથી મેઘ ગર્જના સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થશે.

ચિત્રા નક્ષત્ર ૨૦૨૫

સૂર્યનારાયણ ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ થશે. વાર શુક્રવાર રહેશે. સમય રાત્રે ૮:૧૪ મિનિટ થશે. ચિત્રા નક્ષત્ર દરમિયાન વાહન હાથીનું રહેશે. ચિત્રા નક્ષત્રનું વાહન હાથી હોવાથી આ નક્ષત્ર દરમિયાન છુટા છવાયા વરસાદની શક્યતા જોવા મળશે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

સ્વાતિ નક્ષત્ર ૨૦૨૫

ચોમાસાનું સૌથી છેલ્લું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર ગણાય છે. સૂર્યનારાયણનું સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૨૪/૧૦/૨૦૨૫ ના રોજ થશે. વાર શુક્રવાર રહેશે. આ નક્ષત્ર દરમિયાન વાહન દેડકાનું રહેશે. તેથી સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદની શક્યતા સારી જોવા મળશે. જો કે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને આપણે માવઠા તરીકે ગણીએ છીએ.

Varsad nakshatra 2025

અગત્યની લિંક:

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહીં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
આદ્રા નક્ષત્ર ૨૦૨૫

સૂર્યનારાયણનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ૨૨/૬/૨૦૨૫ ના રોજ થશે. સમય વહેલી સવારે ૦૬:૨૨ મિનિટે રવિવારના રોજ થશે. આદ્રા નક્ષત્રનું વાહન ઉંદરનું રહેશે. આ નક્ષત્ર ની શરૂઆત ની સાથે જ ગુજરાતમાં વરસાદનો માહોલ જામશે.

Leave a Comment