Gujarat Heavy Rain Forecast : હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારો વાવણીથી વંચિત છે. જ્યાં વરસાદ નથી, ત્યાં પણ ૧૦ જુલાઈ સુધી સારો વરસાદ થઇ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવનાઓ છે. રાજ્યભરમાં સારો વરસાદ રહેશે. જેમાં સામાન્ય રીતે ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. કેટલાક વિસ્તારમાં જ્યાં વધારે તીવ્રતાના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યાં ૭ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
પરેશ ગૌસ્વામીની આગાહી – Gujarat Heavy Rain Forecast
ગુજરાતમાં ગુરુવારથી ફરી એક વખત વરસાદનું જોર સતતને સતત વધી રહ્યું છે. ગુજરાતને હજુ થોડા સમયમાં રાહત મળે તેવી સંભાવનાઓ પણ નહીવત્ત છે. આજે શુક્રવારે એટલેકે ૦૪ જુલાઇ ૨૦૨૫ના રોજ મેઘરાજાની તીવ્રતા પ્રમાણમાં ઓછી થઇ છે. જો કે ૧૧મી જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય!, ૨૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!
અનરાધાર વરસાદની આગાહી – Gujarat Heavy Rain Forecast
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. ૧૦મી જુલાઈ સુધી ગુજરાતના બે જિલ્લાને ખાસ સાવધાન રહેવાની ખુબ જ આવશ્યકતા છે. કારણ કે હવામાન ખાતા દ્વારા તો આગાહી કરાઇ જ છે પરંતુ હવે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પણ ડરામણી આગાહી કરી છે.
એક નિષ્ક્રિય તો બીજી સિસ્ટમ સક્રિય – Gujarat Heavy Rain Forecast
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે તેની સોશિયલ મીડિયા ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેના પ્રમાણે ૩ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચુકી છે. રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગોમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે સતતને સતત નબળું પડી રહ્યું હતું. ૩ તારીખે આ સર્ક્યુલેશનના તમામ ભાગ ઉત્તર ગુજરાતમાં આવી ગયા હતા. જેથી ઉત્તર ગુજરાતમાં ગુરુવારે સારો વરસાદ નોંધાયો હતો. જો કે હવે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે.
આ પણ વાચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગામી સાત દિવસ ભારે વરસાદ? જાણો લેટેસ્ટ આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર – Gujarat Heavy Rain Forecast
બીજી તરફ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, તે બંગાળની ખાડી સુધી પહોંચી ચુક્યું છે. આ બે-બે સિસ્ટમને કારણે એક ટ્રફ રચાઇ ગયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો ગયો છે. હવે ધીરે-ધીરે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે, જેથી ગુજરાતમાં ૧૦-૧૧મી તારીખ સુધી સારો વરસાદનો વર્તારો આપે છે.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જળબંબાકાર
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ નવા રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિ તીવ્રતા દેખાય તેવું પણ જોવા મળી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઇ શકે છે.
આ પણ વાચો : ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી
ઉત્તર ગુજરાત પર પણ સંકટ
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ખાસ સાવધાન રહેવાની તાતી આવશ્યકતા છે. સાબરકાંઠા અને અરવલ્લીને ભારે વરસાદ ઘમરોળી નાખશે. આ ઉપરાંતના ભાગોમાં તોફાની વરસાદ થશે. મધ્યપ્રદેશ બોર્ડર પર રહેલા ભાગોમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
સાત ઇંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા
હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે, કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારો વાવણીથી વંચિત છે. જ્યાં વરસાદ નથી, ત્યાં પણ ૧૦ જુલાઈ સુધી સારો વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવનાઓ છે. રાજ્યભરમાં સારો વરસાદ પડશે. જેમાં સામાન્ય રીતે ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. કેટલાક વિસ્તારમાં જ્યાં વધારે તીવ્રતાના વરસાદની શક્યતા છે ત્યાં ૭ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
ભ્રામક વરસાદ પડશે
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ વરસાદનો રાઉન્ડ એવો તોફાની હશે કે એક દિવસ ભારે વરસાદ થાય અને બીજા દિવસે કોરું પણ હોઈ શકે. એટલે વરસાદ થાય અને બંધ રહે. જ્યાં સારો વરસાદ નથી થયો તે તમામે તમામ વિસ્તારોમાં વરસાદ આવી જશે. એટલે ખેડૂતોને ચિંતા કરાવાની જરૂર નથી, પરંતુ જે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે તેમને હજુ પણ વધારે રાહ જોવી પડશે.

અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
ગુજરાતમાં ગુરુવારથી ફરી એક વખત વરસાદનું જોર સતતને સતત વધી રહ્યું છે. ગુજરાતને હજુ થોડા સમયમાં રાહત મળે તેવી સંભાવનાઓ પણ નહીવત્ત છે. આજે શુક્રવારે એટલેકે ૦૪ જુલાઇ ૨૦૨૫ના રોજ મેઘરાજાની તીવ્રતા પ્રમાણમાં ઓછી થઇ છે. જો કે ૧૧મી જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ સંભાવનાઓ વ્યક્ત કરી છે.