ખેડૂતો માટે ખુશખબર! આ તારીખે ખાતામાં આવશે PM કિસાનના 20માં હપ્તાની રકમ

20th installment : સરકાર ખેડૂતોના લાભ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને તે ખેડૂતોને નાણાકીય લાભ પણ આપે છે. આ શ્રેણીમાં, સરકારની બીજી એક યોજના છે કે જે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને તે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. ગયા મહિને 24 ફેબ્રુઆરી 2025ના રોજ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો હતો. આ યોજના હેઠળ, સરકારે ગયા મહિને જ લગભગ 22 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે.

આવી સ્થિતિમાં, હવે લાભાર્થી ખેડૂતમિત્રો યોજનાના 20મા હપ્તાની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજનાનો 20મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે અને કયા ખેડૂતોને તેનો લાભ મળશે, ચાલો જાણીએ….

આ પણ વાચો : ૧૨ રાજ્યો, ૨૩૦ જિલ્લા, ૫૦ હજાર ગામોને, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧૮, જાન્યુઆરીએ ૬૫ લાખ લોકોને આપશે આ મોટી ભેટ

પીએમ કિસાનનો 20મો હપ્તો ક્યારે આવશે? – 20th installment

તમને જણાવી દઈએ કે ગયા મહિને 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 9.8 કરોડ ખેડૂતોને 22 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ખેડૂતોમાં 2.41 કરોડ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. હવે અમે તમને જણાવી દઈએ કે આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો ક્યારે રિલીઝ થશે. જાણી લ્યો કે ખેડૂતોની 20મા હપ્તાની રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. હા, એવી સંભાવના છે કે આ યોજનાનો 20મો હપ્તો જૂન 2025 માં જારી કરવામાં આવશે. આ હપ્તો આ વર્ષનો બીજો હપ્તો હશે, આ વર્ષનો ત્રીજો હપ્તો ઓક્ટોબર 2025 માં રિલીઝ થવાની શક્યતા છે.

આ પણ વાચો : PM કિસાન સન્માન નિધિ યોજનાના 19માં હપ્તાની રકમ ખાતામાં નથી આવી! ફટાફટ પતાવો આ કામ

કયા ખેડૂતોને લાભ મળશે? – 20th installment

આ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત, e-KYC કરવું ફરજિયાત છે. જે ખેડૂતમિત્રોએ e-KYC કરાવ્યું નથી તેઓ યોજનાના 20મા હપ્તાનો લાભ મેળવી શકશે નહીં. તો જે પણ ખેડૂતોને e-KYC કરાવવાનું બાકી હોય તે તરત જ આ પ્રક્રિયા પૂર્ણ કરી લે. e-KYC માટે, તમારે આધાર નંબર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP દાખલ કરવો પડશે. આ ઉપરાંત, તમે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ e-KYC કરાવી શકો છો. જોકે, આ સુવિધા PM કિસાન મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ છે. તેને OTP કે ફિંગરપ્રિન્ટની જરૂર નથી.

20th installment

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
કયા ખેડૂતોને લાભ મળશે?

આ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે.

Leave a Comment