ખેડૂતમિત્રો ઉતાવળ કરજો… ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો પીએમ કિસાનનો હપ્તો નહીં મળે, આ છે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ

Farmer Registry : કેન્દ્ર સરકાર દ્રારા Digital Public Infrastructure Agriculture Sub-Agritech (ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક) પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. જેમાં બધા જ  ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે. જો 10મી જુલાઈ સુધીમાં આ રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હાપ્તાથી વંચિત રહેવું પડશે. આ બાબતે ભારત સરકાર દ્રારા તમામ રાય સરકારોને સૂચના આપી દેવામાં આવી

WhatsApp Group Join Now

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. હવે આ યોજના હેઠળ આગામી હપ્તાઓ મેળવવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન નહીં હોય, તેઓ પીએમ કિસાન યોજનાના વાર્ષિક રૂ. 6,000ના આર્થિક લાભથી વંચિત રહી શકે છે.

રજિસ્ટ્રેશન કેમ છે જરૂરી? – Farmer Registry

કેન્દ્ર સરકાર દ્વારા યોજનામાં પારદર્શિતા લાવવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રેશન) અને e-KYC (ઈ-કેવાયસી) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાથી સરકાર પાસે ખેડૂતોનો સચોટ ડેટાબેઝ તૈયાર થશે અને યોજનાના અમલીકરણમાં સરળતા રહેશે.

આ પણ વાચો : પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્તો બહાર પડે તે પહેલાં આ કામ કરો, તો જ તમને ૨૦૦૦ રૂપિયા મળશે, ૨૦મો હપ્તો ક્યારે જાહેર થશે?

શું છે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ? – Farmer Registry

બાકીના ખેડૂતો રજિસ્ટ્રેશન માટે આગળ આવતાં જ નથી

આગામી 10મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ બાબતે જિલ્લા ખેતી વિભાગ દ્રારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ પણ કરાયો છે. પરંતુ બાકીના ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રી (રજિસ્ટ્રેશન) કરાવવા માટે આગળ આવતાં જ નથી. હાલમાં ફાર્મર રજીસ્ટ્રી (રજિસ્ટ્રેશન) નો મુખ્ય ઉપયોગ કૃષિ વિભાગ તથા સંલ વિભાગો દ્રારા ચાલતી જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના બધા જ ખેડૂતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે.

નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ખેડૂતો આગામી 20મો હપ્તો મેળવવા માંગે છે, જે જુલાઈ 2025ના શરૂઆતમાં આવવાની સંભાવના છે, તેમણે વહેલી તકે પોતાનું રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી પૂર્ણ કરવું અત્યંત આવશ્યક છે. જો હપ્તો જાહેર થયા પહેલાં તમારી નોંધણી અને ચકાસણી પૂર્ણ નહીં હોય, તો તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય.

ગયા વર્ષના અંતમાં પણ સરકારે આગામી હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી હતી અને તે સમયે નોંધણી માટેની તારીખો જાહેર કરી હતી. આથી, ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈ તારીખની રાહ જોયા વિના તાત્કાલિક નોંધણી કરાવી લે.

આ પણ વાચો : પિએમ-કિસાન યોજનાનું અપડેટ : ૨૦મો હપ્તો આ તારીખે આવશે?, અને સ્ટેટસ કેવી રીતે ચકાસાવુ?, ખેડૂતો માટે આર્થિક સપોર્ટનું એક સશક્ત માધ્યમ

ક્યાં અને કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન? – Farmer Registry

ખેડૂતો પોતાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકે છે:

1. ઓનલાઈન રજિસ્ટ્રેશન:

પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (pmkisan.gov.in) પર જઈને ‘New Farmer Registration’ નો વિકલ્પ પસંદ કરીને ખેડૂતો પોતાની જાતે જ નોંધણી કરાવી શકે છે. આ યોજનાના લાભાર્થી ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) માટે નીચેના મુજબના જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે.

  • જમીનના દસ્તાવેજો (7/12 અને 8-અ)
  • મોબાઈલ નંબર
  • આધાર કાર્ડ અને
  • બેંક પાસબુક  

2. કોમન સર્વિસ સેન્ટર (CSC):

નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને પણ ખેડૂતો નજીવી ફી ચૂકવીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

3. સ્થાનિક કૃષિ કચેરી:

આ ઉપરાંત, ગ્રામ સેવક, તલાટી-કમ-મંત્રી અથવા તાલુકા કક્ષાની કૃષિ કચેરીનો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી અને નોંધણી કરાવી શકાય છે.

આ પણ વાચો : ૨૦મો હપ્તો જોતો છે, તો આ ચાર મહત્વપૂર્ણ ભૂલો ટાળો, નહીં તો પેમેન્ટ અટકી શકે છે

ઈ-કેવાયસી (e-KYC) પણ છે અનિવાર્ય – Farmer Registry

ફક્ત રજિસ્ટ્રેશન જ નહીં, પરંતુ પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ઈ-કેવાયસી કરાવવું પણ ફરજિયાત છે. ઈ-કેવાયસી પણ પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી (OTP) આધારિત અથવા નજીકના CSC સેન્ટર પર બાયોમેટ્રિક પદ્ધતિથી કરાવી શકાય છે.

આથી, જે ખેડૂત ભાઈ-બહેનોએ હજુ સુધી પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કે ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું, તેઓએ કોઈપણ વિલંબ કર્યા વિના આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ જેથી પીએમ કિસાન યોજનાનો લાભ અવિરતપણે મળતો રહે.

અમદાવાદ જિલ્લામાં 1.07 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી – Farmer Registry

અહીં નોંધવું જરૂરી છે કે અત્યાર સુધીમાં એકલા અમદાવાદ જિલ્લામાં 1.71 લાખમાંથી અત્યાર સુધીમાં 1.07 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન (નોંધણી) કરાવ્યું છે. ખેડૂતો 10મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાથી વંચિત રહેવું પડશે. ત્યારે આગામી 10મી જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર 38% ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ નહીં મળી શકે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાતપણે કરાવવું જરૂરી છે.

આ પણ વાચો : પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ

કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો

કેન્દ્ર સરકાર દ્રારા ડીજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રકચર- કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે, જેમાં બધા જ ખેડુત ખાતેદારોને ખેડુત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં કુલ 1.71 લાખ જેટલા એક્ટીવ ખેડૂત ખાતેદારો કે જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે, જે પૈકી 1.07 લાખ જેટલા ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પુર્ણ કરી છે, જયારે, 64,000 જેટલા ખેડુતોએ હજી ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ નથી.

ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે

આ સિવાય ખેડૂત નોંધણી (ફાર્મર રજીસ્ટ્રી)થી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે ટેકાના ભાવે ખરીદી, કૃષિ ધિરાણ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે. હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડુતોને ખેડૂત નોંધણી (ફાર્મર રજીસ્ટ્રી) ફ્રજીયાત કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ યોજાયો હતો.

Farmer Registry

અગત્યની લિંક:

હોમ પેજઅહીં ક્લીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિલ કરો
રજિસ્ટ્રેશન કેમ છે જરૂરી?

કેન્દ્ર સરકાર દ્વારા યોજનામાં પારદર્શિતા લાવવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રેશન) અને e-KYC (ઈ-કેવાયસી) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાથી સરકાર પાસે ખેડૂતોનો સચોટ ડેટાબેઝ તૈયાર થશે અને યોજનાના અમલીકરણમાં સરળતા રહેશે.

Leave a Comment