GSRTC Bus : GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકી છે. જેમાં ગુજરાતભરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માત્ર ૪ થી ૭ દિવસ દરમિયાન માત્ર રૂ.૪૫૦ થી રૂ.૧૪૫૦માં ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે.
GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા રાજ્યભરમાં પ્રવાસ કરી શકે તે માટે ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૪ અને ૭ દિવસ દરમિયાન લોકો રાજ્યના અનેક સ્થળોએ મુલાકાત લઈ શકશે. જેમાં લોકલ, એક્સપ્રેસ, ગુર્જનગરી, લકઝરી, સ્લીપર કોચ, AC કોચ, વોલ્વો સહિતના સર્વિસના પ્રકાર રાખવામાં આવ્યા છે. આમ સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાના પૈસા લેવામાં આવશે.
જેમાં બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓમાં પીક સિઝનમાં એપ્રિલ, મે, જુન, ઓક્ટોબર અને નવેમ્બર મહિના અને સ્કેલ સિઝનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના પ્રમાણે ભાડામાં તફાવત જોવા મળશે.
આ પણ વાચો : પીએમ કિસાન યોજનાનો લાભ પતિ-પત્ની બંનેને મળી શકે? જાણો સંપૂર્ણ વિગત!
યોજનાનો હેતુ – GSRTC Bus
- ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઇચ્છતા લોકોને સસ્તું અને સુવિધાજનક પરિવહન પૂરું પાડવાનો છે.
- ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા.
યોજનાની ખાસિયતો – GSRTC Bus
- આ યોજના હેઠળ, કોઈપણ ગુજરાતી રૂ.૪૫૦ થી રૂ.૧૪૫૦ સુધીના ખર્ચે ૪ થી ૭ દિવસ માટે ગુજરાતના કોઈપણ ખૂણામાં મુસાફરી કરી શકે છે.
- આ યોજના ગુજરાત ભરના તમામ ST ડેપોમાં લાગુ કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ GSRTC દ્વારા લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર કોચ, એ. સી.(AC)કોચ અને વોલ્વો સહિતની વિવિધ બસ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના સલામત અને આરામદાયક સફરની સાથે વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડશે.
મુખ્ય લાભાર્થીઓ – GSRTC Bus
- દિવ્યાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો.
- જે મુસાફરી કરવા માંગતા હોય તેવા ગુજરાત રાજ્ય ના કોઈપણ નાગરિક.
યોજનાની વિગતો
- GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકી છે.
- આ યોજના હેઠળ, મુસાફરો ૪ થી ૭ દિવસના સમયગાળામાં માત્ર ૪૫૦ થી ૧૪૫૦ રૂપિયામાં ગુજરાતના કોઈપણ સ્થળે મુસાફરી કરી શકે છે.
- આ યોજના આગામી ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.
- મુસાફરોને એક જ પાસમાં સમગ્ર ગુજરાતમાં ફરવાની સુવિધા મળે છે.
- આ યોજનામાં ૪ દિવસ અને ૭ દિવસના પાસ ઉપલબ્ધ છે.
આ પણ વાચો : પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ
વિશેષમાં રાજકોટ ST ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના હેઠળ ૭ દિવસની યોજનામાં લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૧૪૫૦ અને બાળક માટેનું ભાડું રૂ.૭૫૦ છે. લકઝરી, નોન એસી(Non AC) સ્લીપર કોચમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૧૭૦૦ અને બાળક માટેનું ભાડું રૂ.૮૫૦ છે. એ.સી.(AC) સીટરમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૩૩૫૦ અને બાળક માટેનું ભાડું રૂ.૧૬૭૫ છે. વોલ્વો સીટરમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૫૧૦૦ અને બાળક માટેનું ભાડું રૂ.૨૫૫૦ છે. નોન એસી(Non AC) સ્લીપર કોચમાં બર્થ માટે રૂ.૮૦ વધારાનો ચાર્જ ભરવાનો રહેશે.
જ્યારે રાજકોટ ST બસપોર્ટના વર્તુળોએ જણાવ્યું હતું કે ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના હેઠળ ૪ દિવસની યોજના પણ અમલી છે તેમાં લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૮૫૦ અને બાળક માટેનું ભાડું રૂ.૪૨૫ છે. લકઝરી, નોન એસી(Non AC) સ્લીપર કોચમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૯૫૦ અને બાળક માટેનું ભાડું રૂ.૪૭૫ છે. એ.સી.(AC) સીટરમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૧૯૫૦ અને બાળક માટેનું ભાડું રૂ.૯૭૫ છે. વોલ્વો સીટરમાં પુખ્ત માટેનું ભાડું રૂ.૨૯૫૦ અને બાળક માટેનું ભાડું રૂ.૧૪૭૫ છે. નોન એસી(Non AC) સ્લીપર કોચમાં બર્થ માટે રૂ.૮૦ વધારાનો ચાર્જ ભરવાનો રહેશે.
વધુ માહિતી માટે:
- તમે નજીકના GSRTC ડેપોની મુલાકાત લઈ શકો છો.
- GSRTC ની વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઇચ્છતા લોકોને સસ્તું અને સુવિધાજનક પરિવહન પૂરું પાડવાનો છે.