૧૯મો ગયો, હવે ૨૦માં હપ્તાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે ધરતીપુત્રો, જાણો કયા ખેડૂતો રહી શકે છે વંચિત

PM KISAN 20th installment : દેશના વિવિધ વર્ગો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવે છે. હાલમાં મોટી સંખ્યામાં દરેક યોજના સાથે લોકો જોડાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે. તેમાં ખેડૂતો માટે એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના.

આ યોજનાનો (પીએમ કિસાન સન્માન નિધિ યોજના) લાભ ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવે છે જેઓ આ યોજના માટે પાત્ર છે. આ વખતે ૨૦મો હપ્તો આવવાનો છે, પરંતુ ઘણા ખેડૂતો એવા પણ હોઈ શકે જેઓ આગામી હપ્તાના લાભથી વંચિત રહી શકે છે. તો ચાલો જાણીએ કે કેવા ખેડૂતોને તેનો લાભ ન મળી શકે.

૨૦મો હપ્તો ક્યારે આવી શકે? – PM KISAN 20th installment

PM કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ૪ મહિનાના સમય પછી બહાર પાડવામાં આવે છે. જો ૧૯મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હોય, તો તે મુજબ ૨૦મા હપ્તાનો ૪ મહિનાનો સમયગાળો જૂનમાં પૂરો થશે. આથી એવું માનવામાં આવે છે કે ૨૦મો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે. જોકે, હજી સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાચો : ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવો, આ રીતે કરો અરજી; અહીંથી મેળવો સંપૂર્ણ જાણકારી

આ ખેડૂતોનો ૨૦મો હપ્તો અટવાઈ શકે – PM KISAN 20th installment

જો આપણે એવા ખેડૂતો વિશે વાત કરવી હોય જેમનો ૨૦મો હપ્તો અટવાઈ શકે તેમ છે તો જે ખેડૂતો અયોગ્ય છે અને જેમને ખોટી રીતે યોજના માટે અરજી કરી છે, તેવા દરેક ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેવા તમામ ખેડૂતોની અરજીઓ રદ કરવામાં આવી રહી છે.

આ સિવાય એવા ખેડૂતો કે જેમને ઇ-કેવાયસી નું કામ પતાવ્યું નથી તેવા બધાજ ખેડૂતોના પણ હપ્તા અટકી શકે છે. એના માટે તમે તમારા નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને e-KYC કરાવી શકો છો, અથવા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પરથી પણ આ કામ કરાવી શકો છો.

જે પણ ખેડૂતમિત્રોએ આધાર લિંકિંગનું કામ પૂર્ણ નથી કર્યું તે પણ હપ્તાના લાભથી વંચિત રહી શકે છે. આધાર લિંકિંગ કરાવવા માટે તમારે તમારી બેંકમાં જવું પડશે અને તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે. જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં DBT વિકલ્પ ચાલુ નથી તે ખેડૂતો પણ હપ્તાના લાભોથી વંચિત રહી શકે છે.

આ પણ વાચો : પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ

PM KISAN 20th installment

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
૨૦મો હપ્તો ક્યારે આવી શકે?

PM કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ૪ મહિનાના સમય પછી બહાર પાડવામાં આવે છે. જો ૧૯મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હોય, તો તે મુજબ ૨૦મા હપ્તાનો ૪ મહિનાનો સમયગાળો જૂનમાં પૂરો થશે. આથી એવું માનવામાં આવે છે કે ૨૦મો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે. જોકે, હજી સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

Leave a Comment

× Join WhatsApp Group