PM-KISAN Scheme 2025 : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે 20મો મેળવવા માટે, તમામ લાભાર્થી ખેડૂતોએ સરકાર દ્વારા નિર્ધારિત ત્રણ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા ખુબજ આવશ્યક છે. જો આ કામોમાં કોઈ ચૂક રહી જશે, તો યોજનાનો રૂ. 2,000નો હપ્તો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહીં. તાજેતરના અહેવાલો મુજબ, 20મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે, તેથી ખેડૂતોએ વહેલી તકે પોતાની વિગતો અપડેટ કરી લેવી હિતાવહ છે.
આ ત્રણ કામ છે અત્યંત જરૂરી – PM-KISAN Scheme 2025
યોજનાનો લાભ નિરંતર મેળવવા માટે દરેક ખેડૂતે નીચેની ત્રણ બાબતો સુનિશ્ચિત કરવી પડશે:
1. e-KYC પૂર્ણ કરવું:
- સરકાર દ્વારા e-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતોનું e-KYC બાકી હશે, તેમને હપ્તો નહીં મળે.
2. આધાર સીડીંગ (Aadhaar Seeding):
- ખેડૂતનું બેંક ખાતું તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું ફરજિયાત છે. આ પ્રક્રિયાને ‘આધાર સીડિંગ’ કહે છે. પૈસા સીધા લાભાર્થીના ખાતામાં (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર – DBT) મોકલવામાં આવતા હોવાથી આ જરૂરી છે.
3. જમીનના રેકોર્ડની ચકાસણી (Land Seeding):
- લાભાર્થી ખેડૂતના નામે જે જમીન છે, તેની સત્તાવાર ચકાસણી અને યોજનાના પોર્ટલ પર તેનુ સાચું રજિસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ. આને ‘લેન્ડ સીડિંગ’ કહે છે.
કેવી રીતે તપાસશો તમારું સ્ટેટસ? – PM-KISAN Scheme 2025
તમે ઘરે બેઠાં જ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર તમારું સ્ટેટસ ચકાસી શકો છો કે ઉપરોક્ત ત્રણેય કામો પૂર્ણ છે કે નહીં.
પગલું-1 : સૌ પ્રથમ પીએમ-કિસાન ની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લ્યો.
પગલું-2 : હોમપેજ પર ‘Farmers Corner’ સેક્શનમાં નીચે ‘Beneficiary Status’ પર ક્લિક કરો.
પગલું-3 : નવું પેજ ખુલશે, જેમાં તમારો આધાર નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
પગલું-4 : સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરી ‘Get Data’ પર ક્લિક કરો.
પગલું–5 : તમારી સામે તમારી તમામ વિગતો અને હપ્તાનું સ્ટેટસ ખુલશે. અહીં ‘Eligibility Status’ માં તમે જોઈ શકશો કે:
- e-KYC Status : Yes/No
- Aadhaar Bank Account Seeding Status : Yes/No
- Land Seeding : Yes/No
જો આ ત્રણેયની સામે ‘Yes’ લખેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમને હપ્તો નિયમિત મળશે. પરંતુ જો કોઈ એકની સામે પણ ‘No’ લખેલું હોય, તો તમારો હપ્તો અટકી શકે છે.
સમસ્યા હોય તો શું કરવું? – PM-KISAN Scheme 2025
1. e-KYC કેવી રીતે પૂર્ણ કરવું?
ઓનલાઈન (OTP દ્વારા):
- જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો, તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર ‘Farmers Corner’ માં ‘e-KYC’ પર ક્લિક કરો, આધાર કાર્ડ નંબર નાખીને OTP દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
બાયોમેટ્રિક દ્વારા:
- તને નજીકના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને સરળતાથી ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક) દ્વારા પણ તમે ઈ-કેવાયસી (e-KYC) કરાવી શકાય છે.
ફેસ ઓથેન્ટિકેશન:
- PM-KISAN મોબાઇલ એપ્લિકેશનની મદદથી તમારા ફેસને (ચેહરાને) સ્કેન કરીને પણ ઈ-કેવાયસી (e-KYC)ની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
2. આધાર સીડિંગ (Aadhaar Seeding) કેવી રીતે કરાવવું?
જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી (સ્ટેટસમાં ‘No’ બતાવે છે), તો તમારે તમારી બેંક શાખાનો સંપર્ક કરવો પડશે. ત્યાં જઈને આધાર સીડિંગ માટેનું ફોર્મ ભરીને જમા કરાવવાથી તમારું ખાતું આધાર અને NPCI સાથે લિંક થઈ જશે.
3. લેન્ડ સીડિંગ (Land Seeding) કેવી રીતે કરાવવું?
જો ‘Land Seeding’ ની સામે ‘No’ લખેલું આવે, તો તેનો અર્થ છે કે તમારી જમીનના રેકોર્ડની ચકાસણી બાકી છે અથવા તેમાં કોઈ ભૂલ છે. આ માટે તમારે તમારા વિસ્તારના તલાટી અથવા કૃષિ વિભાગની કચેરી (ખેતીવાડી અધિકારી) નો સંપર્ક કરવો પડશે. નીચે મુજબના જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં જઈને તેની ચકાસણી કરાવી લેવી.
જરૂરી દસ્તાવેજો
- જમીનના દસ્તાવેજો (7/12 અને 8-અ)
- આધાર કાર્ડ
ફરિયાદ ક્યાં કરવી? – PM-KISAN Scheme 2025
જો ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા છતાં હપ્તો જમા ન થાય, તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો અથવા ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો:
- હેલ્પલાઇન નંબર : 155261 અથવા 1800-115-526
- ટોલ-ફ્રી નંબર : 011-23381092
- ઈમેલ આઈડી: pmkisan-ict@gov.in
સરકાર છેતરપિંડી રોકવા અને યોજનાનો લાભ સાચા ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આ નિયમોનું કડકપણે પાલન કરાવી રહી છે. તેથી, કોઈપણ વિલંબ કર્યા વિના ખેડૂતોએ પોતાની વિગતો ચકાસીને અપડેટ કરાવી લેવી અત્યંત આવશ્યક છે.
આ પણ વાચો : ૨૦મો હપ્તો જોતો છે, તો આ ચાર મહત્વપૂર્ણ ભૂલો ટાળો, નહીં તો પેમેન્ટ અટકી શકે છે
શું છે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ? – PM-KISAN Scheme 2025
10મી જુલાઈ સુધી ખેડૂતોને ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) કરાવી લેવી પડશે. જો ખેડૂત નોંધણી નહીં કરાવે તો પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહી જશો. સુરત જિલ્લામાં 1.55 લાખ ખેડૂતો માંથી 1.17 લાખ ખેડૂત ખાતેદારોએ ફાર્મર રજિસ્ટ્રી (નોંધણી) કરાવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે વહેલી તકે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરી લેવા અપીલ કરી છે.
ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) નહીં કરાવે તો પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહી જશે.
જિલ્લામાં કેટલા ખેડૂતોએ નોંધણી કરાવી? – PM-KISAN Scheme 2025
જિલ્લામાં 1.55 લાખ ખેડૂતો માંથી 1.17 લાખ ખેડૂતો ખાતેદારોએ નોંધણી કરાવી છે. ત્યારે ખેડૂત આગેવાન એવા જયેશભાઈ પટેલે બધા જ ખેડૂતમિત્રોને અપીલ કરી છે કે, તમામે તમામ ખેડૂત ખાતેદારોએ વહેલી તકે ખેડૂત નોંધણીની (ફાર્મર રજિસ્ટ્રી) પ્રક્રિયા પૂર્ણ લે. વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે એ માટે જિલ્લાના તમામ ખેડૂતો (ફાર્મર રજીસ્ટ્રી) ખેડૂત નોંધણી કરાવી લે.
આ પણ વાચો : પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ
જયેશભાઈ દેલાડે શું વિનંતી કરી છે?
દેશના વિકાસમાં ખેડૂતમિત્રોને ભાગ લેવા જયેશભાઈ દેલાડે વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ અગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. જેમાં બધાજ ખેડૂત ખાતેદારોને ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં પણ અત્યાર સુધીમાં જિલ્લામાં 1.55 લાખ ખેડૂતો માંથી અત્યાર સુધીમાં 1.17 લાખ ખેડૂતોએ ખેડૂત નોંધણીની (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા પૂર્ણ છે. ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહેવું પડશે.
રજીસ્ટ્રેશન ન કરનાર ખેડૂતો માટે ગેરલાભ
જ્યારે આગામી 10મી જુલાઈ સુધીમાં નોંધણી (રજીસ્ટ્રેશન) નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ મળી શકશે નહીં. સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે ફાર્મર રજીસ્ટ્રી જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર -કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં બધાજ ખેડૂત ખાતેદારોને ખેડૂત નોંધણી (ફાર્મર રજીસ્ટ્રી) કરાવવી ફરજીયાત કરાઈ છે.
જિલ્લામાં કુલ 1.55 લાખ જેટલા એક્ટિવ ખેડૂત ખાતેદાર કે જેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે. આ 1.55 લાખ ખેડૂતો માંથી 1.17 લાખ જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) ની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જ્યારે 38,000 જેટલા ખેડૂતોએ હજી નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) કરાવેલ નથી. આગામી 10મી જુલાઈ સુધીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા બધાજ ખેડૂતોને ખેડૂત નોંધણી (ફાર્મર રજીસ્ટ્રી) કરાવવા અનુરોધ પણ કરાયો છે. પરંતુ જે બાકીના ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રી માટે આગળ આવતા જ નથી.
આ પણ વાચો : એક જ પરિવારની બે મહિલાઓને મળશે મફત ગેસ કનેક્શન? જાણો સાચા નિયમો!
ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ
હાલમાં ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી)નો મુખ્ય ઉપયોગ તો કૃષિ વિભાગ તથા સલગ્ન વિભાગો દ્વારા ચલાવવામાં આવતી જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના બધા જ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ખેડૂત નોંધણી (ફાર્મર રજીસ્ટ્રી) ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે ટેકાના ભાવે ખરીદી, કૃષિ ધિરાણ પ્રધાનમંત્રી કિસાન યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે.
બહારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂતોને ખેડૂત નોંધણી (ફાર્મર ૨જીસ્ટ્રી) ફરજિયાત કરવામાં આવેલ છે. જિલ્લાના બધા જ ગામમાં કેમ્પ પણ યોજાયો હતો. બહારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે નીચે મુજબ છે.
1. બહારગામ રહેતા ખેડૂતો https: // gjfr.agristack.gov.in/ farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ પોતાની જાતે ખેડૂત નોંધણી (સેલ્ફ રજીસ્ટ્રેશન) કરી શકે છે
2. અથવા કોઈપણ નજીકના CSC (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) કેન્દ્ર પર જઈ ખેડૂત નોંધણી (ફાર્મર રજીસ્ટ્રી) કરાવી શકે છે. આ માટે તમામ ખેડૂતોને નીચેના દસ્તાવેજોની જરૂર પડશે.
- આધાર કાર્ડ
- જમીનના ઉતારાની નકલ ૮- અ અથવા વિગત
- આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ અથવા
- અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે
3. અને દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી, ફક્ત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.

અગત્યની લિંક:
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
10મી જુલાઈ સુધી ખેડૂતોને ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) કરાવી લેવી પડશે. જો ખેડૂત નોંધણી નહીં કરાવવામાં આવે તો પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહી જશો. સુરત જિલ્લામાં 1.55 લાખ ખેડૂતો માંથી 1.17 લાખ ખેડૂત ખાતેદારોએ ફાર્મર રજિસ્ટ્રી (નોંધણી) કરાવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે વહેલી તકે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરી લેવા અપીલ કરી છે.
ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) નહીં કરાવે તો પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહી જશે.