PMKISAN 20th Installment Date : જુલાઈ મહિનો ખેડૂતમિત્રો માટે સારા સમાચાર લાવી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. 18 જુલાઈ, 2025 ના રોજ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બિહારના મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન હપ્તો જાહેર કરી શકે છે. જુલાઈ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20માં હપ્તા પર નજર રાખી બેઠા છે. સારા સમાચાર એ છે કે મોદી સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં રૂ.2000નો આગામી હપ્તો જમા કરવા જઈ રહી છે.
આ યોજના(પીએમ કિસાન યોજના) ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી, જે દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ.6000ની નાણાકીય સહાય આપે છે. અહેવાલો મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહારના મોતીહારીની મુલાકાત દરમિયાન આ હપ્તો જાહેર કરી શકે છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી તેની કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
18મો અને 19મો હપ્તો ક્યારે જમા થયો? – PMKISAN 20th Installment Date
સત્તાવાર માહિતી અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 5 ઓક્ટોબર, 2024 ના રોજ 18માં હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ, 19મો હપ્તો ફેબ્રુઆરી 2025 માં ખેડૂતોને મળ્યો હતો.
આ પણ વાચો : પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા ખેડૂતો આટલું અવશ્ય સુનિશ્ચિત કરો, નહીંતર ખાતામાં નહીં આવે રૂ. 2000/-
20મા હપ્તાની રાહનો અંત! – PMKISAN 20th Installment Date
અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 19 હપ્તા જમા થયા છે. છેલ્લો હપ્તો ફેબ્રુઆરી 2025 માં ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને સામાન્ય રીતે દર ચાર મહિને એક નવો હપ્તો બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ મુજબ, 20મો હપ્તો જૂન અથવા જુલાઈ મહિનામાં આવવાની શક્યતા છે, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો હતો. જોકે, હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવીનતમ માહિતી માટે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (pmkisan.gov.in) અને સંબંધિત સરકારી જાહેરાતો પર નજર રાખે. હવે સમાચાર એ છે કે આ હપ્તો જુલાઈ મહિનામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી શકે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જાહેર કરી શકે છે. ગયા વર્ષે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જાહેર કર્યો હતો, જેના કારણે આ વખતે પણ આ શક્યતા વધુ મજબૂત બની રહી છે.
યોજનાનો લાભ લેવા માટે આટલું અવશ્ય કરો – PMKISAN 20th Installment Date
જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું e-KYC અને જમીનનું વેરિફિકેશન નથી કરાવ્યું, તેઓને યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, જે ખેડૂતો આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં બાકી છે, તેઓએ વહેલી તકે તેને પૂર્ણ કરવી.
કેવી રીતે સ્ટેટસ ચેક કરશો? – PMKISAN 20th Installment Date
- પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- ‘Know Your Status’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
- ત્યારબાદ તમે તમારા હપ્તાનું સ્ટેટસ ચકાસી શકશો.
આ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6000 ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં મદદ કરવાનો છે.
લાભાર્થી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું? – PMKISAN 20th Installment Date
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો ખાતરી કરવી મહત્વપૂર્ણ છે કે તમારું નામ ‘beneficiary list’ (લાભાર્થી યાદી)માં છે. આ માટે તમે કોઈ પણ મુશ્કેલી વિના ઓનલાઈન તપાસ કરી શકો છો, નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરો :
- સૌ પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલની https://pmkisan.gov.in મુલાકાત લો.
- હોમપેજ પર “farmers corner” વિભાગમાં નીચે સ્ક્રોલ કરો અને લાભાર્થી યાદીના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું નામ એડ (દાખલ કરી) કરો.
- આ પછી ‘get report’ ના વિકલ્પ પર ક્લિક કરો, જે તમારા ગામની લાભાર્થીઓનું લિસ્ટ ખોલશે.
જો તમારું નામ આ યાદીમાં નથી, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમે તમારા જિલ્લાની ‘જિલ્લા સ્તરીય ફરિયાદ નિવારણ દેખરેખ સમિતિ’નો સંપર્ક કરી શકો છો. આ સમિતિઓની રચના ખાસ કરીને લાભાર્થી યાદીમાં નામ ન હોવા અથવા ખોટી એન્ટ્રીની મુશ્કેલીઓના ઉકેલ માટે કરવામાં આવી છે.
યાદીમાં નામ ન હોય તો શું કરવું? -PMKISAN 20th Installment Date
ઘણી વખત આધાર કાર્ડમાં નામ મેળ ન થાતું હોય, બેંક વિગતોમાં ભૂલ હોય કે અધૂરી ઈ-કેવાયસી હોય, તો ખેડૂતો હપ્તો મેળવી શકતા નથી. જો તમારું નામ લાભાર્થી લિસ્ટમાં નથી, તો તમે નીચેના પગલાં લઈ શકો છો:
1. ન્યુ રજિસ્ટ્રેશન:
- જો તમે પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તો પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલ પર ” new former registration” ઓપ્શન પર ક્લિક કરો. આધાર નંબર અને જમીનના દસ્તાવેજો સાથે ધ્યાનપૂર્વક ફોર્મ ભરો. આ પછી તમારી માહિતી (ડેટા) રાજ્યના નોડલ અધિકારીને તપાસણી માટે મોકલવામાં આવશે.
2. આધાર વિગતો સુધારો:
- જો આધાર કાર્ડમાં નામ અથવા અન્ય કોઈ પણ વિગતોમાં ભૂલ હોય, તો “Edit Aadhaar Details” (આધાર વિગતો સંપાદિત કરો) ટૂલનો ઉપયોગ કરો. આની મદદથી, તમે તમારી વિગતોને વાસ્તવિક સમય (રીઅલ-ટાઇમ)માં અપડેટ કરી શકો છો.
3. લાભાર્થીનું સ્ટેટસ ચેક કરો:
- તમે તમારો આધાર કાર્ડ નંબર, બેંક ખાતા નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરીને આગામી હપ્તા માટે પાત્ર છો કે નહીં તે ચકાસી શકો છો.
આ પણ વાચો : પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ
e-KYC અને બેંક વિગતો અપડેટ કરવી જરૂરી છે
ખેડૂતોને ખાસ સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરે અને તેમની બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર અને આધાર કાર્ડની વિગતો અપડેટ રાખે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઈ-કેવાયસી (e-KYC) વગર કોઈને પણ હપ્તાની રકમ મળશે નહીં. તમે પીએમ કિસાન વેબસાઇટ પર ઈ-કેવાયસી (e-KYC) માટે OTP-આધારિત પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો.
ઉપરાંત, ખાતરી કરો કે તમારો આધાર કાર્ડ તમારા બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે લિંક થયેલ છે. જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય, તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી તે સમસ્યાનું નિવારણ લાવી શકો છો.
પીએમ કિસાન હેલ્પલાઇન નંબર
- 155261 અથવા 1800-115-5261 પર સંપર્ક કરી શકો છો, અને મુશ્કેલી દૂર કરી શકો છો.
પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કેવી રીતે શોધવા?
જો તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમારા જિલ્લાના નોડલ અધિકારીનો સંપર્ક કરો.
- આ માટે પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલની મુલાકાત લો
- ‘Find Your Point of Contact’ (PoC) ના ઓપ્શન પર ક્લિક કરો.
- ‘District Nodal Search’ નો ઓપ્શન સીલેક્ટ કરો અને તમારો જિલ્લો અને રાજ્ય દાખલ કરો.
- તમને અધિકારીનું નામ, હોદ્દો, મોબાઇલ નંબર અને email id (ઇમેઇલ આઈડી) મળશે

અગત્યની લિંક:
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું e-KYC અને જમીનનું વેરિફિકેશન નથી કરાવ્યું, તેઓને યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, જે ખેડૂતો આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં બાકી છે, તેઓએ વહેલી તકે તેને પૂર્ણ કરવી.